CWC ની બેઠકમાં મોદી સરકારની ટીકા પર JP Nadda નો પલટવાર, સોનિયા ગાંધીને  લખ્યો પત્ર

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં પાસ કરાયેલા પ્રસ્તાવ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પલટવાર કર્યો છે અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે.

CWC ની બેઠકમાં મોદી સરકારની ટીકા પર JP Nadda નો પલટવાર, સોનિયા ગાંધીને  લખ્યો પત્ર

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં પાસ કરાયેલા પ્રસ્તાવ પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ પલટવાર કર્યો છે અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે નામ લીધા વગર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના હાલના નિવેદનોની ટીકા કરી છે. 

કોંગ્રેસના આચરણથી દુ:ખ, પણ આશ્ચર્ય નહીં: જેપી નડ્ડા
પત્રમાં જેપી નડ્ડા (JP Nadda) એ સોનિયા ગાંધી (Sonia Gandhi) ને લખ્યું છે કે 'આજના સમયમાં કોંગ્રેસનું આચરણ દુ:ખી કરનારું છે. પરંતુ મને આશ્ચર્ય નથી થયું. તમારી પાર્ટીના કેટલાક સભ્યો લોકોની મદદ કરવામાં પ્રશંસનીય કામ કરી રહ્યા છે, તેમની મહેનતને પાર્ટીના કેટલાક વરિષ્ઠ સભ્યો દ્વારા ફેલાવવામાં આવી રહેલી નકારાત્મકતાથી ગ્રહણ લાગે છે.'

— ANI (@ANI) May 11, 2021

લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે  કોંગ્રેસ-નડ્ડા
પત્રમાં જેપી નડ્ડાએ લખ્યું છે કે 'દરેક જણ ઈચ્છે છે કે આજના સમયમાં જ્યારે ભારત અત્યંત સાહસ સાથે કોવિડ-19 સામે લડી રહ્યું છે તો કોંગ્રેસના ટોચના નેતાઓ લોકોને ગુમરાહ કરવાનું, ખોટી દહેશત ફેલાવવાનું, એટલે સુધી કે પોતાના વિચારોને ફક્ત રાજનીતિક વિચારોના આધારે વિરોધાભાસ કરવાનું બંધ કરી દે.'

તેમણે વધુમાં કહ્યું છે કે ભાજપ/એનડીએની સરકારવાળી રાજ્ય સરકારોએ ગરીબો અને વંછિતોને મફતમાં રસી આપવાની જાહેરાત કરી છે. મને વિશ્વાસ છે કે વિભિન્ન રાજ્યોમાં કોંગ્રેસની સરકારો પણ ગરીબો માટે વિચારશે. શું તેઓ પણ મફત રસી આપવાના નિર્ણયમાં સાથે આવી શકે છે. 

— ANI (@ANI) May 11, 2021

કોંગ્રેસ નેતાઓએ સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન એક પ્રસ્તાવ પાર કરાયો જેમાં કહેવાયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ભૂલો માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. કોંગ્રેસ નેતાઓએ દેશમાં ચાલી રહેલા કોંરોના સંકટને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કોવિડ-19 મહામારીની બીજી લહેરને કેન્દ્રની ઉદાસિનતા, અસંવેદનશીલતા અને અક્ષમતાનું પ્રત્યક્ષ પરિણામ જણાવ્યું. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે બેઠકમાં કહ્યું કે મોદી સરકારે પોતાની જવાબદારીમાંથી ખસી જઈને રસીકરણનું કામ રાજ્યો પર છોડ્યું. કેન્દ્ર સરકાર દ્વારા બધાને ફ્રી વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે આર્થિક રીતે વધુ ન્યાયસંગત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news