શિવસેનાએ પાવર દેખાડ્યો તો ભાજપે પણ આપ્યો મસ્ત જવાબ, જાણો શું કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદની ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્યોએ શનિવારના રોજ બેઠક કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલાથી જરાય ઓછું ચલાવશે નહીં.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદની ખેંચતાણ ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્યોએ શનિવારના રોજ બેઠક કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલાથી જરાય ઓછું ચલાવશે નહીં. આ બાજુ શનિવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ માથા પર બરફ મૂકીને વર્તતા કહ્યું કે અમે ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી બનીને ઊભર્યા છીએ. ભાજપના નેતૃત્વમાં અમારું ગઠબંધન રાજ્યમાં પાંચ વર્ષ સુધી સ્થાયી સરકાર ચલાવશે. બંને નિવેદનોની સરખામણી કરીએ તો શિવસેના જ્યાં અઢી વર્ષ પોતાના મુખ્યમંત્રીને લઈને આક્રમક બની છે ત્યાં ભાજપ બિલકુલ સીધી સટ રીતે તેમને શાંત કરવાની કોશિશમાં છે. શિવસેનાએ પોતાના માટે મુખ્યમંત્રી પદની માગણી કરી છે ત્યાં ફડણવીસે ગઠબંધનની સરકારની વાત કરી છે. જો કે ફડણવીસે પોતાના નિવેદનમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવવાની પણ વાત કરી છે. જેને સીધી રીતે શિવસેનાને જવાબ આપવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.
આ બાજુ મુખ્યમંત્રી પદને લઈને શિવસેના સાથે કોકડું ગૂંચવાયા બાદ ભાજપે 30 ઓક્ટોબરના રોજ વિધાયક દળની એક બેઠક બોલાવી છે. સૂત્રોનું કહેવું છે કે જો પરિણઆમો બાદ સરકારમાં પદોને લઈને શિવસેનાસાથે વાતચીત સહમતિ સુધી પહોંચી જાત જો હરિયાણાની જેમ જ મહારાષ્ટ્રમાં પણ શનિવારે જ વિધાયક દળની બેઠક બોલાવીને રવિવાર સુધીમાં શપથગ્રહણ સમારોહ થઈ જાત. પરંતુ ભાજપ અને શિવસેના વચ્ચે 'અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી'ના ફોર્મ્યુલા પર સહમતિ ન બની શકવાના કારણે ભાજપે ચૂંટણીના પરિણામોના છ દિવસ બાદ વિધાયક દળની બેઠક બોલાવવા માટે મજબુર થવું પડ્યું છે.
ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે શનિવારે મીડિયાને જણાવ્યું કે પાર્ટીએ 30 ઓક્ટોબરના રોજ વિધાન ભવનમાં વિધાયક દળની બેઠક બોલાવી છે. જેમાં તમામ 105 નવા ચૂંટાઈ આવેલા ધારાસભ્યો પોતાના નેતા ચૂંટશે. તેમણે કહ્યું કે 24 ઓક્ટોબરના રોજ પરિણામ આવ્યાંના દિવસે ભાજપના નવી દિલ્હી હેડક્વાર્ટરમાં થયેલી સંસદીય બોર્ડની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસના નામ પર મહોર લાગી ચૂકી છે. આથી બુધવારે થનારી બેઠકમાં નેતા તરીકે તેમની પસંદગી નક્કી જ છે.
જુઓ VIDEO
અત્રે જણાવવાનું કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરીને ક્રમશ 164 અને 126 બેઠકો પર ચૂંટણી લડી હતી. જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી છે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપને આ વખતે 17 બેઠકો ઓછી મળી છે. જ્યારે શિવસેનાને 7 બેઠકોનું નુકસાન થયુ છે. રાજ્યમાં બહુમતીનો આંકડો 145 છે. આવામાં શિવસેનાની મદદ વગર ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ છે.
ભાજપની સીટો ઘટ્યા બાદ શિવસેના સમજી ગઈ છે કે તેમના વગર ભાજપ સરકાર બનાવી શકે તેમ નથી આથી આક્રમક વલણ અપનાવીને ભાવતાલ પર ઉતરી આવી છે. તેનું કહેવું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન 50-50નો ફોર્મ્યુલા નક્કી થયો હતો. આથી આવામાં અઢી વર્ષ ભાજપ અને અઢી વર્ષ શિવસેનાના મુખ્યમંત્રી હોવા જોઈએ. ભાજપ આ ફોર્મ્યુલા પર સહમત નથી. આ જ કારણ છે કે ભાજપ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં મોડું કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે