2014ની ભૂલ સુધારવા માંગે છે બિસ્મિલ્લાહ ખાન પરિવાર, કહ્યું-'આ વખતે PM મોદીની સાથે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના બે દિવસના પ્રવાસે છે. 26 એપ્રિલના રોજ તેઓ ઉમેદવારી પત્રક ભરતા પહેલા આજે મેગા રોડ શો કરશે. આ બધા વચ્ચે ભારતના મશહૂર શહનાઈ વાદક ભારત રત્ન બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર વર્ષ 2014ની ભૂલ સુધારશે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં જે થયું તે બિસ્મિલ્લાહ પરિવાર દોહરાવશે નહીં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આખો બિસ્મિલ્લાહ પરિવાર પીએમ મોદી સાથે છે. 
2014ની ભૂલ સુધારવા માંગે છે બિસ્મિલ્લાહ ખાન પરિવાર, કહ્યું-'આ વખતે PM મોદીની સાથે'

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીના બે દિવસના પ્રવાસે છે. 26 એપ્રિલના રોજ તેઓ ઉમેદવારી પત્રક ભરતા પહેલા આજે મેગા રોડ શો કરશે. આ બધા વચ્ચે ભારતના મશહૂર શહનાઈ વાદક ભારત રત્ન બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર વર્ષ 2014ની ભૂલ સુધારશે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં જે થયું તે બિસ્મિલ્લાહ પરિવાર દોહરાવશે નહીં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં આખો બિસ્મિલ્લાહ પરિવાર પીએમ મોદી સાથે છે. 

સદભાવનાનો સંદેશો આપવા માંગે છે
શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહે કહ્યું કે જો  પીએમ મોદી અમને પ્રસ્તાવક બનાવશે, તો સદભાવનાનો પૈગામ જશે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં અમે નરેન્દ્ર મોદી માટે પ્રસ્તાવક બનવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. પરંતુ આ વખતે અમે પીએમ મોદીના પ્રસ્તાવક બનવા માંગીએ છીએ. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પાંચ વર્ષોમાં ખુબ વિકાસ કર્યો છે. 

કોંગ્રેસના નેતાઓ પર લગાવ્યો આરોપ
અત્રે જણાવવાનું કે ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનના પૌત્ર નાસિર અબ્બાસ બિસ્મિલ્લાહ પીએમ મોદીને પત્ર લખીને તેમના નામાંકનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસના નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું હતું કે 2014માં અમારું બ્રેનવોશ કરાયું હતું. 

જુઓ LIVE TV

પત્ર લખીને વ્યક્ત કરી હતી ઈચ્છા
નાસિરે પોતાના પત્રમાં લખ્યું છે કે પીએમ ફરીએકવાર વારાણસીથી નામાંકન દાખલ કરવાના છે, આવામાં તેમની ઈચ્છા છે કે તેઓ નામાંકનનો ભાગ બને. આ સાથે જ નાસિરે 2014માં નામાંકનનો ભાગ ન બનવા બદલ દોષનો ટોપલો કોંગ્રેસના માથે ઢોળ્યો છે. તેમણે કહ્યું કે 2014માં તેઓ નામાંકનનો ભાગ ન બની શક્યા કારણ કે તેટલાક કોંગ્રેસી નેતાઓએ તેમનું બ્રેન વોશ કર્યું હતું. નાસિરે પત્રમાં એ પણ યાદ અપાવ્યું છે કે તેમણે પીએમ મોદીના  હાથે બિસ્મિલ્લાહ ખાનની શહનાઈ રાષ્ટ્રને સમર્પિત કરાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news