ટ્રમ્પ બાદ હવે પુતિન સાથે કિમ જોંગ ઉને કરી શિખર વાર્તા, ટ્રેનમાં પહોંચ્યા હતાં રશિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે પહેલી શિખર વાર્તા આજે થઈ. કિમ જોંગ ઉન બુધવારે આ વાર્તા માટે ખાસ બખ્તરબંધ ટ્રેનથી રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતાં. પુતિન આજે પહોંચ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફેબ્રુઆરીમાં હનોઈમાં થયેલી વાર્તાનું કોઈ પરિણામ ન આવ્યા બાદ કિમે આજે વ્લાદિવોસ્તોકમાં પુતિન સાથે પહેલી શિખર વાર્તા કરી.
ટ્રમ્પ બાદ હવે પુતિન સાથે કિમ જોંગ ઉને કરી શિખર વાર્તા, ટ્રેનમાં પહોંચ્યા હતાં રશિયા

વ્લાદિવોસ્તોક (રશિયા): રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે પહેલી શિખર વાર્તા આજે થઈ. કિમ જોંગ ઉન બુધવારે આ વાર્તા માટે ખાસ બખ્તરબંધ ટ્રેનથી રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતાં. પુતિન આજે પહોંચ્યા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફેબ્રુઆરીમાં હનોઈમાં થયેલી વાર્તાનું કોઈ પરિણામ ન આવ્યા બાદ કિમે આજે વ્લાદિવોસ્તોકમાં પુતિન સાથે પહેલી શિખર વાર્તા કરી.

ઉત્તર કોરિયાના નેતાએ બુધવારે વ્લાદિવોસ્તોક પહોંચ્યા બાદ કહ્યું હતું કે હું આશા રાખું છું કે આ બેઠક સફળ અને સાર્થક થશે. વાર્તાને લઈને ખુબ જ ગોપનીયતા રાખવામાં આવી હતી. તેની જાહેરાત પણ અંતિમ ક્ષણોમાં થઈ હતી. વિશેષજ્ઞોએ કહ્યું કે વોશિંગ્ટન સાથે ગતિરોધ વચ્ચે કિમ વ્યાપક આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાની કવાયતમાં છે. 

बेनतीजा रही शिखर वार्ता, एटमी हथियार पर ट्रंप और किम में नहीं हुआ करार

કિમે પોતાની ટ્રેન સરહદ પાર કર્યા બાદ ખાસાનમાં એક રશિયાના ટેલિવિઝનને કહ્યું હતું કે મને આશા છે કે વાર્તા દરમિયાન હું કોરિયાઈ પ્રાયદ્વીપની સ્થિતિના સમાધાન અને અમારા દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર નક્કર ચર્ચા કરી શકીશ. 

પુતિન ગુરુવારે જ વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતાં. ત્યારબાદ તેઓ અન્ય શિખર સંમેલન માટે બેઈજિંગ રવાના થશે. આ અગાઉ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ)એ કિમ પોતાની પ્રાઈવેટ ટ્રેન દ્વારા રશિયા રવાના થયા હોવાના અહેવાલ આપ્યા હતાં. 

તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળમાં તેમના વિદેશ મંત્રી રી યોંગ પણ સામેલ છે. કિમની ટ્રેન બુધવારે તૂમન નદી પાર કરીને રશિયાની સરહદમાં દાખલ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news