Bihar Cabinet expansion: નીતિશકુમાર કેબિનેટનું વિસ્તરણ, RJDનો જોવા મળ્યો દબદબો
Bihar Cabinet expansion: બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર તૂટી અને હવે જેડીયુ-આરજેડીની નવી સરકાર બની ગઈ. આજે નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું. જેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીનો દબદબો જોવા મળ્યો. પટણા ખાતે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. બિહાર કેબિનેટના વિસ્તરણ પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આરજેડીના દરેક વિધાયક, દરેક કાર્યકર આ કેબિનેટનો ભાગ છે, ભલે તેમનું નામ આ કેબિનેટમાં ન હોય.
Trending Photos
Bihar Cabinet expansion: બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર તૂટી અને હવે જેડીયુ-આરજેડીની નવી સરકાર બની ગઈ. આજે નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું. જેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીનો દબદબો જોવા મળ્યો. પટણા ખાતે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. બિહાર કેબિનેટના વિસ્તરણ પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આરજેડીના દરેક વિધાયક, દરેક કાર્યકર આ કેબિનેટનો ભાગ છે, ભલે તેમનું નામ આ કેબિનેટમાં ન હોય. એટલું નક્કી છે કે બધાની ભાગીદારી છે. સંપૂર્ણ કેબિનેટમાં દરેક જાતિ, દરેક વિસ્તારનું ધ્યાન રખાયું છે.
તેજ પ્રતાપ યાદવ સહિત 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
આજે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું તેમાં મહાગઠબંધનના વિભિન્ન ઘટકોમાંથી લગભગ 31 સભ્યોને સામેલ કરાયા છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ભાઈ અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે મંત્રીપદના શપથ લીધા. કુલ 31 મંત્રીઓએ શપથ લીધા. કોંગ્રેસના 2, હમના 1 આરજેડીના 16, જેડીયુના 11 તથા એક અપક્ષ ધારાસભ્યએ મંત્રીપદના શપથ લીધા.
Tej Pratap Yadav, RJD leader and brother of Deputy CM Tejashwi Yadav, takes oath as a minister in the Bihar cabinet. #BiharCabinetExpansion pic.twitter.com/68zpjRUuPO
— ANI (@ANI) August 16, 2022
કોને મળ્યું મંત્રીપદ?
નીતિશકુમાર અને તેજસ્વી યાદવની ટીમમાં 5 મુસ્લિમ, ઓબીસી/ઈબીસીના 17, સવર્ણ જાતિમાંથી 6, એસસીમાંથી 5 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જનતા દળ યુનાઈટેડના વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી (એસએલસી), શ્રવણકુમાર, સંજય ઝા- (એમએલસી), લેસી સિંહ, જમા ખાન, જયંત રાજ, સુનીલ કુમાર, મદન સહની, ફુલપરાસને મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યારે આરજેડીમાંથી તેજ પ્રતાપ યાદવ, આલોક મહેતા, અનિતા દેવી, કુમાર સર્વજીત, સમીરકુમાર મહાસેઠ, મોહમ્મદ શાહનવાઝ, ચંદ્રશેખર, રામાનંદ યાદવ, સુરેન્દ્ર યાદવ, કાર્તિકેય માસ્ટર, ઈસરાઈલ મંસૂરી, શમીમ અહમદ, સુરેન્દ્ર રામ, સુધાકર સિંહ, લલિત યાદવ અને જિતેન્દ્ર રાય મંત્રી બન્યા છે.
વિભાગોની ફાળવણી
મુખ્યમંત્રી નિતિશકુમાર
સામાન્ય વહિવટ
ગૃહ
મંત્રીમંડળ સચિવાલય
-નિગરાણી
-એવા તમામ વિભાગ જે કોઈને ફાળવવામાં આવ્યા નથી
તેજસ્વી યાદવ (ડેપ્યુટી સીએમ)
સ્વાસ્થ્ય
પથ નિર્માણ
નગર વિકાસ અને આવાસ
ગ્રામીણ કાર્ય
વિજયકુમાર ચૌધરી
નાણા મંત્રાલય
વાણિજ્ય કર
સંસદીય કાર્ય
બિજેન્દ્ર પ્રસાદ યાદવ
ઉર્જા
યોજના અને વિકાસ
આલોકકુમાર મહેતા
રાજસ્વ અને ભૂમિ સુધાર
તેજ પ્રતાપ યાદવ
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન
આ ઉપરાંત મો. આફાક આલમને પશુ અને મત્સ્ય સંસાધન, અશોક ચૌધરીને ભવન નિર્માણ, શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ, સુરેન્દ્ર પ્રસાદ યાદવને સહકારિતા, રામાનંદ યાદવને ખાન અને ભૂતત્વ, લેશી સિંહને ખાદ્ય અને ગ્રાહક સંરક્ષણ, મદન સહનીને સમાજ કલ્યાણ, કુમાર સર્વજીતને પર્યટન, લલિતકુમાર યાદવને લોક સ્વાસ્થ્ય અભિયંત્રણ, સંતોષ કુમાર સુમનને અનુસૂચિત જાતિ/જનજાતિ કલ્યાણ, સંજયકુમાર ઝાને જળ સંસાધન તથા સૂચના અને જનસંપર્ક, શીલાકુમારીને પરિવહન, સમીર કુમાર મહાસેઠને ઉદ્યોગ, ચંદ્રશેખરને શિત્રક્ષણ, સુમિતકુમાર સિંહને વિજ્ઞાન અને ટેક્નોલોજી, અનિતા દેવી પછાત વર્ગ અને અતિપછાત વર્ગ કલ્યાણ, જિતેન્દ્રકુમાર રાયને કળા સંસ્કૃતિ અને યુવા, જયંત રાજને લઘુ જળ સંસાધન, સુધાકર સિંહને કૃષિ, મો. જમા ખાનને અલ્પસંખ્યક કલ્યાણ, મુરારી પ્રસાદ ગૌતમને પંચાયતી રાજ, કાર્તિક કુમાર કાયદો, શમીમ અહેમદને શેરડી ઉદ્યોગ, શાહનવાઝને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સુરેન્દ્ર રામને શ્રમ સંસાધન, તથા મોહમ્મદ ઈસરાઈલ મન્સૂરીને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે