વધુ પડતી ડુંગળી ખાવાથી થઈ શકે છે આ મોટી તકલીફો, ઘણાં લોકો એટલે જ નથી ખાતા ડુંગળી

જો આપ વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો તો આપ સાવધાન થઈ જજો. કારણ કે તેનાથી આપની તકલીફો વધી શકે છે. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. એટલે કે કાચી ડુંગળી ખાવાથી બચો.

વધુ પડતી ડુંગળી ખાવાથી થઈ શકે છે આ મોટી તકલીફો, ઘણાં લોકો એટલે જ નથી ખાતા ડુંગળી

Side Effects of Onion: ડુંગળી કાપવાથી ભલે આંખોમાંથી આંસુ નીકળી જાય છે, પણ તેના ફાયદા અનેક છે. તેમ છતાં જો તમે જરૂર કરતાં વધારે ડુંગળી ખાશો તો આપને નુકસાન પણ થઈ શકે છે.  તો આવો જાણીએ કે જરૂર કરતા વધારે ડુંગળી ખાવાથી કયા પ્રકારની તકલીફો પડી શકે છે.

ડુંગળીમાં આટલી વસ્તુઓ હોય છે વધારે-
ડુંગળીમાં ગ્લૂકોઝ અને ફ્રૂક્ટોઝ વધારે માત્રામાં હોય છે. આ સિવાય ડુંગળીમાં ફાયબરની માત્રા પણ વધારે હોય છે. જેને કેટલાક લોકો સારી રીતે પચાવી નથી શક્તા. તેવામાં એસિડિટીની તકલીફ પણ થતી હોય છે.

બ્લડ શુગરના દર્દીઓ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લે-
બ્લડ સુગરના દર્દીઓ માટે કાચી ડુંગળી ખાવી ફાયદાકારક નથી. આપને ખબર હશે કે ડાયબિટિસના દર્દીઓને કોઈ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા ધ્યાન રાખવુ પડતું હોય છે. તેવામાં કાચી ડુંગળી ખાતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. નહિંતર તકલીફ વધી શકે છે.

છાતીમાં થઈ શકે છે બળતરા-
જો આપ વધુ માત્રામાં કાચી ડુંગળી ખાઓ છો તો આપ સાવધાન થઈ જજો. કારણ કે તેનાથી આપની તકલીફો વધી શકે છે. તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે. એટલે કે કાચી ડુંગળી ખાવાથી બચો.

મોઢામાં વાસ મારશે-
કાચી ડુંગળી વધારે ખાવાથી મોઢામાં વાસ પણ મારતી હોય છે. તેવામાં એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે વધારે ડુંગળી ના ખાઓ.

(નોંધઃ અહીં આપવામાં આવેલી તમામ જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીના આધાર પર આપવામાં આવે છે.  તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ બિલકુલથી લઈ લેજો. ZEE 24 કલાકની આની પુષ્ટી નથી કરતું.)

આ પણ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news