આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સન્માનિત

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે (8 ઓગસ્ટ) ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રણવ મુખર્જી, સમાજસેવી સ્વ. દાદાભાઇ નારૌજી અને સંગીતકાર તેમજ ગાયક સ્વ. ભૂપેન હઝારિકાને ભારત રત્નથી સન્માન પ્રદાન કરશે

આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સન્માનિત

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે (8 ઓગસ્ટ) ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રણવ મુખર્જી, સમાજસેવી સ્વ. દાદાભાઇ નારૌજી અને સંગીતકાર તેમજ ગાયક સ્વ. ભૂપેન હઝારિકાને ભારત રત્નથી સન્માન પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે આ વર્ષે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યા પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત સમાજસેવી નાનાજી દેશમુખ અને જાણીતા સંગીતકાર અને ગાયક ભૂપેન હઝારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

પ્રણવ મુખર્જી જુલાઇ 2012થી જુલાઇ 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં. આ પહેલા તેઓએ નાણા, રક્ષા અને વિદેશ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2004થી 2012 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ સરકારમાં તેમણે મુખ્ય ‘સંકટમોચક’ માનવામાં આવતા હતા.

મુખર્જી 47 વર્ષની ઉંમરમાં દેશના સૌથી નાની ઉંમરના નાણા મંત્રી બન્યા
મુખર્જી 1982માં 42 વર્ષની ઉંમરમાં દેશના સૌથી નાની ઉંમરના નાણામંત્રી બન્યા હતા. વર્ષ 2004થી તેમણે ત્રણ મહત્વપૂર્ણ મંત્રાલયો જેમાં વિદેશ મંત્રાલય, રક્ષા અને નાણા મંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું. ‘પ્રણવ દા’ના નામથી જાણીતા મુખર્જી 2012થી 2012 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં હતા. ગત વર્ષે નાગપુરમાં આરએસએસના એક કાર્યકર્મમાં સામેલ થવા પર મુખર્જીને કેટલાક લોકોની ટિકાનો સામનો કરવો પડ્યો હતો.

દાદાભાઇ નારૌજી
સંઘથી જોડાયેલા નાનાજી દેશમુખ પૂર્વમાં ભારતીય જનસંઘથી જોડાયા હતા. 1977માં જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ તેમણે મંત્રી પદ સ્વીકાર કર્યું નહીં અને આજીવન દીનદયાળ સંશોધન સંસ્થાના અંતર્ગત ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સ વિસ્તૃત કરવાનું કામ કર્યું. અટલ બિહારી વાજયેપી સરકારે તેમને રાજ્યસભાના સદસ્ય નામાંકિત કર્યા હતા. વાજયેપીના કાર્યકાળમાં ભારત સરકારે તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ, ગ્રામીણ સ્વતંત્રતાના ક્ષેત્રમાં અનુકરણીય યોગદાન માટે પદ્મ વિભૂષણ પણ પ્રદાન કર્યો.

ભૂપેન હઝારિકા
ભૂપેન હઝારિકા નોર્થઇસ્ટ રાજ્ય આસામથી છે. તેમની મૂળ ભાષા અસમિયાના ઉપરાંત ભૂપેન હઝારિકા હિન્દી, બંગાળી સહિત ઘણી અન્ય ભારતીય ભાષાઓમાં ગીતો ગાતા હતા. તેમણે ફિલ્મ ‘ગાંધી ટૂ હિટલર’માં મહાત્મા ગાંધીનું મનપસંદ ભજન ‘વૈષ્ણવ જન’ ગાયુ હતું. તેમણે પદ્મભૂષણ સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, મુખર્જીએ તેમના નિસ્વાર્થ કાર્યોથી દેશની વિકાસ યાત્રામાં મજબૂત છાપ છોડી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘પ્રણવ દા’ અમારા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે દશકો સુધી દેશની નિસ્વાર્થ અને અથક સેવા કરી છે અને દેશની વિકાસ યાત્રા પર મજબૂત છાપ છોડી છે. તેમની બુદ્ધિમત્તા અને યોગ્યતાવાળા લોકો બહુ ઓછા હશે. ખુશી છે કે તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાના નિર્ણયનું કર્યું સ્વાગત
કોંગ્રેસ નેતાઓએ પ્રણવ મુખર્જીના ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ભારત રત્ન મળવાની જાહેરાત બાદ પ્રણવ મુખર્જીએ તેમના સંદેશમાં કહ્યું હતું કે, હું ભારતના લોકો પ્રતિ પૂર્ણ વિનમ્રતા અને કૃતજ્ઞતાની ભાવનાની સાથે આ મહાન સન્માન ભારત રત્નને સ્વીકાર કરુ છું. મેં હમેશા કહ્યું છે અને કહેતો રહીશ કે મને આપણા મહાન દેશના લોકોથી તેના કરતા વધારે જ મળ્યું છે, જેટલું મેં તેમને આપ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું, ‘પ્રણવ દા,’ ભારત રત્ન માટે અભિનંદન
કોંગ્રેસના નેતા તત્કાલીન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરવાની ભારત સરકારની જાહેરાત બાદ મુખર્જીને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની પાર્ટીને ગર્વ છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા એક વ્યક્તિના યોગદાનની ઓળખ અને સન્માન આપવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું હતું, ‘પ્રણવ દા’ ભારત રત્ન માટે અભિનંદન, કોંગ્રેસ પાર્ટીને ગર્વ છે કે, જનસેવા તેમજ રાષ્ટ્ર નિર્ણાણમાં અમારા એક પુષ્કળ યોગદાનને ઓળખ અને સન્માન મળ્યું છે. તેમણે સ્વ. ભૂપેન હઝારિકા અને સ્વ. નાનાજી દેશમુખને ભારત રત્ન આપવાની જાહેરાત પર પણ ખુશી વ્યક્ત કરી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news