આ હિરોઇને પ્રેગનન્સીમાં ટોપલેસ થઈને મચાવી દીધી ધમાલ, કોણ છે? જાણવા કરો ક્લિક...

એમીએ માહિતી આપી છે કે પ્રેગનન્સીના કારણે તેના શરીરમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે.

આ હિરોઇને પ્રેગનન્સીમાં ટોપલેસ થઈને મચાવી દીધી ધમાલ, કોણ છે? જાણવા કરો ક્લિક...

મુંબઈ : બોલિવૂડની એક્ટ્રેસ એમી જેક્સન બહુ જલ્દી માતા બનવાની છે. એમી પોતાની પ્રેગનન્સીના દરેક તબક્કાની મજા માણી રહી છે. થોડા કલાકો પહેલાં એમીએ પોતાની ટોપલેસ તસવીર શેયર કરી છે અને પોતાની હેલ્થ અપડેટની પણ માહિતી આપી છે. Amy Jacksonએ માહિતી આપી છે કે પ્રેગનન્સીના કારણે તેના શરીરમાં જબરદસ્ત બદલાવ આવ્યો છે. આ તસવીરોમાં એમીએ પોતાના બેબી બમ્પને બહુ સુંદરતાથી દર્શાવ્યો છે. 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

આ તસવીરને શેયર કરીને એમીએ કેપ્શનમાં લખ્યું છે કે હું મારા બાળકની આતુરતાથી રાહ જોઈ રહી છું. હું મારી પ્રેગનન્સીના 33માં અઠવાડિયામાં છું. આ દરમિયાન મેં બમ્પ, સ્ટ્રેચ માર્ક તેમજ વેટ ગેટ બધાનો અનુભવ લઈ લીધો છે. આ કેપ્શનને એમીએ #Motherhood સાથે શેયર કરી છે. 

બ્રિટિશ મોડેલ અને એક્ટ્રેસ એમી જેક્સને બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિયોટો સાથે બે મહિના પહેલાં સગાઈ કરી લીધી હતી. એમીનો આ બોયફ્રેન્ડ અબજોપતિ છે અને હાલમાં તેણે પોતાની બોયફ્રેન્ડ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. એમીએ પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. તેનો બોયફ્રેન્ડ જ્યોર્જ બ્રિટિશ બિઝનેસમેન છે. ભારતમાં એમી જેક્સનનું નામ સૌ પહેલાં પ્રતિક બબ્બર સાથે જોડાયું હતું. માનવામાં આવતું હતું કે બંનેએ સગાઈ કરી લીધી છે. જોકે, પછી કેટલાંક કારણોસર બંને અલગ થઈ ગયા હતાં. પ્રતિકે સાન્યા સાગર સાથે સગાઈ કરી છે. એમીનું નામ સલમાન સાથે પણ જોડાયું ચૂક્યું હતું. '2.0'નો જ્યારે ફર્સ્ટ લુક લોન્ચ થયો ત્યારે સલમાન ખાન આમંત્રણ વગર જ આવી ગયો હતો. આ સિવાય એમી જેક્સન અડધી રાત્રે ગેલેક્સીની બહાર જોવા મળી હતી. જેને કારણે એમી-સલમાન વચ્ચે કંઈક હોવાનું ચર્ચા થવા લાગી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news