ગુજરાતી-રાજસ્થાનીવાળા નિવેદન પર રાજ્યપાલે આપી સ્પષ્ટતા, ભાજપના નેતાએ કર્યો વિરોધ
ભગત સિંહે કહ્યું કે હંમેશાની માફક મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નિર્માણમાં મરાઠી લોકોની મહેનતનું સૌથી વધુ યોગદાન છે. તાજેતરમાં રાજકીય ચશ્માના માધ્યમથી બધુ જોવાની દ્રષ્ટિ વિકસિત થઇ છે
Trending Photos
Bhagat Singh Koshyari Clarification: ગત થોડા દિવસોથી શાંત થયેલા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી જવા પામી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) ના નિવેદન બાદ અહીં તેમનો વિરોધ થવાનું શરૂ થઇ ગયું છે. તેના પર તેમની સ્પષ્ટતા પણ આવી છે. સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે મુંબઇ મહારાષ્ટ્રનું ગૌરવ છે. આ દેશની આર્થિક રાજધાની પણ છે. મને ગર્વ છે કે મને છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠી જનતાની આ ધરતી પર રાજ્યપાલના રૂપમાં સેવા કરવાની તક મળી. તેના લીધે મેં ખૂબ ઓછા સમયમાં જ મરાઠી શીખવાનો પ્રયત્ન કર્યો.
તેમણે આગળ કહ્યું કે કાલે રાજસ્થાની સમાજના કાર્યક્રમમાં મેં જે નિવેદન આપ્યું હતું, તેમાં મારો ઇરાદો મરાઠી માણસોને ઓછા આંકવાનો ન હતો, મેં ફક્ત ગુજરાતી અને રાજસ્થાની મંડળો દ્વારા ધંધામાં આપેલા યોગદાનની વાત કરી. મરાઠી લોકોએ મહેનત કરી મહારાષ્ટ્રનું નિર્માણ કર્યું. એટલા માટે આજે ઘણી મરાઠી બિઝનેસમેન પ્રસિદ્ધ છે. તે ના ફક્ત મહારાષ્ટ્રમાં, પરંતુ ભારતમાં અને આખી દુનિયામાં મરાઠીનો ઝંડો મોટાપાયે લાગ્યો રહે છે. એટલા માટે મરાઠી લોકોના યોગદાનને ઓછું આંકવાનો સવાલ ઉદભવતો જ નથી.
એક સમુદાયના વખાણ બીજા સમુદાયનું અપમાન નહી
ભગત સિંહે કહ્યું કે હંમેશાની માફક મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નિર્માણમાં મરાઠી લોકોની મહેનતનું સૌથી વધુ યોગદાન છે. તાજેતરમાં રાજકીય ચશ્માના માધ્યમથી બધુ જોવાની દ્રષ્ટિ વિકસિત થઇ છે, આપણે તેને બદલવી પડશે. એક સમુદાયના વખાણ કરવાનો અર્થ બીજા સમુદાયનું અપમાન નહી. રાજકીય પક્ષોએ તેના પર કારણ વિના વિવાદ ઉભો કરવો ન જોઇએ. મારા દ્વારા મરાઠી લોકોનું અપમાન નહી કરવામાં આવે. રાજ્યપાલ કોશ્યારીએ કહ્યું કે વિભિન્ન જાતિઓ અને સમુદાયોથી બનેલી આ મરાઠી ભૂમિની પ્રગતિ અને વિકાસમાં તમામનું યોગદાન છે અને મરાઠી લોકોનું યોગદાન વધુ છે.
ભાજપ નેતા આશીષ શેલારે રાજ્યપાલના નિવેદનનો કર્યો વિરોધ
જોકે ભગત સિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને રાજ્યમાંથી દૂર કરી દેવામાં આવે છે, તો રાજ્ય પાસે પૈસા નહી હોય. આ મામલે ભાજપના નેતાનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપ નેતા આશીષ શેલારે કહ્યું કે અમે રાજ્યપાલના નિવેદન સાથે સહમત નથી. મહારાષ્ટ્ર અને મુંબઇ મરાઠી લોકોની મહેનત, પરસેવા અને શહાદત સાથે ઉભા છીએ. અમારો ગૌરવશાળી ઇતિહાસ આ દર્શાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે