અમદાવાદના પાણીમાં 'ઝેર' કોણે ઘોળ્યું? Zee 24 કલાક પાસે EXCLUSIVE માહિતી
જો કે હાલ પૂર્વ અમદાવાદના 22 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પાણી પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી બંધ કરાયો છે. હાલ કોતરપુર વોટર વર્કસમાંથી આ વિસ્તારોને પાણી અપાઈ રહ્યું છે. પૂર્વ અમદાવાદને પાણી અપાઈ રહ્યું છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેઢી કેનાલ મારફતે અપાતા પાણીમાં ભેળસેળ થઈ હોવાની આશંકા સેવાઈ રહે છે. ત્યારે ખેડામાંથી પસાર થતી કેનાલના પાણીમાં કેમિકલ ઠલવાયું હોવાની આશંકાએ કેનાલ મારફતે રાસ્કા વીયરમાં ઠલવાતા પાણીનો પુરવઠો બંધ કરાયો છે. AMC અને GPCBએ પાણીના નમૂના લઈ ટેસ્ટ માટે મોકલ્યા છે. ટેસ્ટનો રિપોર્ટ આજે આવે એવી શક્યતા છે. રાસ્કા વીયરમાંથી અમદાવાદના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી શુદ્ધ કરી અપાય છે.
જો કે હાલ પૂર્વ અમદાવાદના 22 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પાણી પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી બંધ કરાયો છે. હાલ કોતરપુર વોટર વર્કસમાંથી આ વિસ્તારોને પાણી અપાઈ રહ્યું છે. પૂર્વ અમદાવાદને પાણી અપાઈ રહ્યું છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ પ્લાન્ટ ચાલુ કરવામાં આવશે. રાસ્કા વીયરમાંથી અમદાવાદના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પાણી શુદ્ધ કરી અપાય છે, જો કે હાલ પૂર્વ અમદાવાદના 22 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર પાણી પુરવઠો છેલ્લા ત્રણ દિવસથી બંધ કરાયો છે. પાણીમાં ભેળસેળનું ઘટક અને લોકેશન નહિ મળે ત્યાં સુધી amc રાસ્કા પ્રોજેકટ મારફતે પાણી આપશે નહિ. અસરગ્રસ્ત વિસ્તારમાં કોતરપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે જ પાણી અપાતું રહેશે.
શેઢી કેનાલ મારફતે AMC ને મળતા પાણી મામલે ઝી 24 કલાક પાસે એક્સક્લુસીવ માહિતી હાથ લાગી હતી. ઝી 24 કલાક પાસે GPCB નો એક્સક્લુસિવ રિપોર્ટ હાથ લાગ્યો છે. જેમાં AMC ના રાસ્કા પ્રોજેકટમાં શેઢી કેનાલ મારફતે આવતા પાણીમાં શંકાસ્પદ ઘટકનુ અતિ મોટું પ્રમાણ મળ્યું છે. જલમપુરા સ્થિત શેઢી કેનાલમાંથી લેવાયેલા સેમ્પલમાં SS ઘટકનું પ્રમાણ નિયત કરતા એક હજાર ગણું મળ્યું હતું. જ્યારે અન્ય બે લોકેશન પરથી લેવાયેલા સેમ્પલમાં તે જ ઘટકનું પ્રમાણ નિયત માત્રામાં મળ્યું હતું. જેના કારણે શંકા ઉપજી હતી.
મહત્વનું છે કે, શેઢી કેનાલ મારફતે AMC ના રાસ્કા પ્રોજેકટ દ્વારા અમદાવાદના દક્ષિણ ઝોનમાં પીવાનું પાણી અપાય છે. ગઈકાલે (શુક્રવાર) લેવાયેલા સેમ્પલ અમુક ટેસ્ટિંગ માટે હજીપણ પ્રક્રિયામાં છે. આ ઘટના બાદ Gpcb ચેરમેન, amc ના ઉચ્ચ અધિકારીઓમાં અત્યંત તણાવનો માહોલ છે. આ ઘટના સંદર્ભે પાણીમાં ક્યાંથી ભેળસેળ થઈ એ મુદ્દે હજી પણ તંત્ર સંપૂર્ણ અંધારામાં છે. તમને જણાવી દઈએ કે મહીંની મુખ્ય કેનાલમાંથી નીકળતી શેઢી બ્રાન્ચ કેનાલ 66 કિલોમીટર લાંબી છે.
રાસ્કા વિયરમાં આવતા દૂષિત પાણી મામલે મોટા સમાચાર
Amcના રાસ્કા વિયરમાં આવતા દૂષિત પાણી મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. Amc દ્વારા રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોમવારથી પુનઃ શરૂ કરાશે. Gpcb દ્વારા લેવાયેલા પાણીના સેમ્પલમાં કંઈપણ વાંધાજનક ન નીકળ્યું. Gpcb એ amc ને લેખિતમાં રિપોર્ટ આપતા amc એ આખરી નિર્ણય લીધો છે. રાબેતા મુજબ શેઢી કેનાલ મારફતે રાસ્કા પ્લાન્ટ થઈ પાણી પુરવઠો અપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે