અઝાન દરમિયાન બંધ ન કરી હનુમાન ચાલીસા તો આવારા તત્વો ફટકાર્યો, CCTVમાં કેદ હુમલો

Karnataka Hanuman Chalisa: કર્ણાટકના બેંગલુરૂના નગરાથપેટમાં સ્થિત એક દુકાનદારે આરોપ લગાવ્યો કે અઝાનના સમયે હનુમાન ચાલીસા બંધ ન કરતા તેને માર મારવામાં આવ્યો છે.
 

અઝાન દરમિયાન બંધ ન કરી હનુમાન ચાલીસા તો આવારા તત્વો ફટકાર્યો, CCTVમાં કેદ હુમલો

બેંગલુરૂઃ વાત છે કર્ણાટકના શહેર બેંગલુરૂની.. જ્યાં આવેલા નગરથપેટે માર્કેટમાં ભારે બબાલ મચી ગઈ.... અહીં મોબાઈલની દુકાન ચલાવતા મુકેશ નામના યુવકનો આક્ષેપ છે કે, તે એક તરફ દુકાનમાં કામ કરતો હતો, બીજી તરફ સાંજે આરતીનો સમય હોવાથી નાના સ્પીકરમાં હનુમાન ચાલીસા વગાડતો હતો..  જોકે હનુમાન ચાલીસા સાંભળીને કેટલાક સ્થાનિક વિધર્મી યુવકો ત્યાં ધસી આવ્યા હતા અને હનુમાનજીના ગીત બંધ કરવા ધમકી આપવા લાગ્યા હતા.  જેને લઈને દુકાનદાર મુકેશ અને આવારા તત્વો વચ્ચે બોલાચાલી થઈ હતી..  

સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, બોલાચાલી દરમિયાન લુખ્ખા તત્વો મુકેશને માર મારવાની શરૂઆત કરે છે, ત્યારબાદ દુકાનની બહાર ખેંચીને તેને ઢોર માર મારે છે.. 7 યુવકો હાથમાં બોટલ અને નાની ચપ્પુ જેવા હથિયારથી મુકેશ પર હુમલો કરે છે. જોકે આ ઘટના બાદ વેપારીઓમાં ભારે આક્રોશનો માહોલ છવાયો છે... વેપારીઓનો આક્ષેપ છે કે, આ વિસ્તારમાં લુખ્ખાઓને પોલીસનું પીઠબળ હોવાથી વારંવાર દુકાનદારોને ટાર્ગેટ કરતા રહે છે.. 

Due to the victim's religion and the incident happening in a state not governed by the BJP, it may not receive general condemnation. pic.twitter.com/BDBq8IMYeY

— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (Modi Ka Parivar) (@AdvAshutoshBJP) March 18, 2024

જોકે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે 7 પૈકી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.. બીજી તરફ બેંગલુરૂના સાંસદ તેજસ્વી સૂર્યા પણ વેપારીઓની વચ્ચે પહોંચ્યા હતા. તેજસ્વી સૂર્યાએ કહ્યું કે, સીસીટીવીમાં હુમલાની ઘટના સ્પષ્ટ દેખાવા છતા પોલીસે મુકેશની ફરિયાદ લીધી નહોતી... જોકે તેજસ્વી સૂર્યા અને ભાજપ આગેવાનોના હસ્તક્ષેપ બાદ ફરિયાદ દાખલ કરાઈ.... તેમણે કોંગ્રેસ સરકારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પણ દાવો કર્યો.. 

રમજાન મહિનામાં બબાલની આ બીજી ઘટના છે. એક ઘટના અમદાવાદમાં સામે આવી હતી.. જેમા ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક પર હુમલો કરતા મામલો બીચક્યો હતો.. યુનિવર્સિટી કેમ્પસમાં કેટલાક વિદેશી વિદ્યાર્થી જાહેરમાં ધાર્મિક લખાણ લખીને નમાજ અદા કરતા હતા. જોકે તેમને આ અંગે સવાલ કરવા ગયેલા યુવકને અફઘાની વિદ્યાર્થીએ લાફો ઝીંકી દીધો હતો.. તે બાદ ભારે બબાલ થઈ હતી. તો બેંગલુરૂમાં ઘટના થોડી અલગ છે. અહીં રમજાન માસ હોવાથી હનુમાન ચાલીસા બંધ કરાવવા વિધર્મી યુવકોએ એક દુકાનદારને ટાર્ગેટ બનાવ્યો હતો.. હાલ તો બંને ઘટનામાં પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news