VIDEO: દેશની રક્ષા કાજે ખડે પગે રહેનારા સેનાના જવાનો સાથે આવું વર્તન? જોઈને લોહી ઉકળી જશે

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક એવી ઘટના જોવા મળી જેણે બધાને સ્તબ્ધ કરી નાખ્યાં છે. બાગપત જિલ્લામાં પહેલી જૂને એક રેસ્ટોરન્ટના કર્મચારીએ ભારતીય સેનાના જવાનની લાકડીથી પીટાઈ કરી.

VIDEO: દેશની રક્ષા કાજે ખડે પગે રહેનારા સેનાના જવાનો સાથે આવું વર્તન? જોઈને લોહી ઉકળી જશે

બાગપત: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક એવી ઘટના જોવા મળી જેણે બધાને સ્તબ્ધ કરી નાખ્યાં છે. બાગપત જિલ્લામાં પહેલી જૂને એક રેસ્ટોરન્ટના કર્મચારીએ ભારતીય સેનાના જવાનની લાકડીથી પીટાઈ કરી. મળતી માહિતી મુજબ રેસ્ટોરન્ટમાં ભોજન કરતી વખતે બંને જવાનોની ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે મામૂલી દલીલ થઈ ગઈ હતી. ત્યારબાદ કર્મચારીએ બંનેની પીટાઈ શરૂ કરી દીધી. 

પોલીસે 7 લોકોની ધરપકડ કરી
સેનાના જવાનો સાથે આવો વ્યયવહાર થયો હોવાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તાબડતોબ કાર્યવાહી કરતા 7 લોકોની ધરપકડ કરી છે. જો કે હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે આખરે વિવાદ કઈ વાતે ઊભો થયો. 

— ANI UP (@ANINewsUP) June 2, 2019

લંચ કરવા માટે રેસ્ટોરન્ટ ગયા હતા જવાનો
આ મામલે સીઓ રામાનંદ કુશવાહાનું કહેવું છે કે સેનાના બે જવાનો એક રેસ્ટોરન્ટમાં બપોરના ભોજન માટે ગયા હતાં, ત્યારે એક વ્યક્તિ સાથે તેમને વિવાદ થયો. જેનાથી રેસ્ટોરન્ટો કર્મચારી ભડકી ગયો અને ઝગડો થયો. હાલ 7-8 રેસ્ટોરન્ટ કર્મચારીઓની ધરપકડ કરીને પૂછપરછ ચાલુ છે. આ મામલે તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે તેઓ બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોઈ પરિણામ પર પહોંચશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news