કાશ્મીર ખીણમાં સેનાએ પાંચ મહિનામાં 101 આતંકવાદીને ઠાર મરાયા, શોપિયામાં સૌથી વધુ

આ વર્ષના પહેલા પાંચ મહિનામાં કાશ્મીરમાં 23 વિદેશી સહિત 100થી વધારે આતંકવાદીઓ ઠાર મરાયા છે, પરંતુ સુરક્ષા એજન્સીની ચિંતા મોટી સંખ્યામાં થઇ રહેલી આતંકવાદીઓની ભરતી મુદ્દે છે. અધિકારીઓએ રવિવારે કહ્યું કે, માર્ચ મહિનાથી 50 યુવકો અનેક આતંકવાદી સંગઠનોમાં જોડાઇ ચુક્યા છે અને સુરક્ષા એઝન્સીઓએ તેમની સુધી જરૂરી વસ્તુઓનો પુરવઠ્ઠો અટકાવવા માટેની ઉત્તમ પદ્ધતી શોધવી પડશે. 
કાશ્મીર ખીણમાં સેનાએ પાંચ મહિનામાં 101 આતંકવાદીને ઠાર મરાયા, શોપિયામાં સૌથી વધુ

શ્રીનગર : આ વર્ષના પહેલા પાંચ મહિનામાં કાશ્મીરમાં 23 વિદેશી સહિત 100થી વધારે આતંકવાદીઓ ઠાર મરાયા છે, પરંતુ સુરક્ષા એજન્સીની ચિંતા મોટી સંખ્યામાં થઇ રહેલી આતંકવાદીઓની ભરતી મુદ્દે છે. અધિકારીઓએ રવિવારે કહ્યું કે, માર્ચ મહિનાથી 50 યુવકો અનેક આતંકવાદી સંગઠનોમાં જોડાઇ ચુક્યા છે અને સુરક્ષા એઝન્સીઓએ તેમની સુધી જરૂરી વસ્તુઓનો પુરવઠ્ઠો અટકાવવા માટેની ઉત્તમ પદ્ધતી શોધવી પડશે. 

અધિકારીઓએ કહ્યું કે, 2019માં 31 મે સુધી 101 આતંકવાદીઓ મરાયા, જેમાં 23 વિદેશી અને 78 સ્થાનિક આતંકવાદીઓ જોડાયેલા છે. તેમાં અલ કાયદા સાથે જોડાયેલ સમુહ અંસાર ધજવત ઉલ હિંદનો પ્રમુખ જાકિર મુસા જેવા ટોપના કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. જો કે અધિકારીઓનાં અનુસાર હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓના અંસાર ધવજત ઉલ હિંદમાં જોડાવાનાં કિસ્સા વધી ગયા છે. 23 મેએ મુસા મરાયા બાદ ખાસ રીતે આ પ્રકારનાં કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. 

રામ મંદિર મુદ્દે કાલે અયોધ્યામાં સંતોની મોટી બેઠક, થશે મહત્વનાં નિર્ણય !
આતંકવાદ સામે લડવા અથવા તેના માટે રણનીતિ બનાવવામાં જોડાયેલા અધિકારીઓનું માનવું છે કે આતંકવાદ વિરોધી નીતિ પર પુનર્વિચારની જરૂર છે. તે ઉપરાંત યુવાનોને આતંકવાદની બુરાઇઓ સમજવા માટે તેમના તથા તેના માતા-પિતા સાથે વાત કરવાની જરૂર છે. મરાયેલા આતંકવાદીઓમાં સૌથી વધારે સંખ્યા શોપિયામાંથી છે, જ્યાં 16 સ્થાનીક આતંકવાદીઓ સહિત 25 આતંકવાદીઓ ઠાર મરાયા. પુલવામાં 15, અવંતીપોરા 14 અને કુલગામમાં 12 આતંકવાદી ઠાર મરાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news