અયોધ્યા કેસ: મુસ્લિમ સંગઠનોમાં પુન:વિચાર અરજી મુદ્દે ચમકતા રહેવાની દાનતને કારણે ખેંચતાણ?
અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી.
Trending Photos
નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya Case) મામલે મુસ્લિમ પક્ષના વકીલ રહેલા રાજીવ ધવન (Rajiv Dhavan) ની આજે સવારે જેવી ફેસબુક પર એક પોસ્ટ આવી કે તેમને જમીયત ઉલેમા એ હિન્દ (મૌલાના અરશદ મદની ગ્રુપ)એ કેસમાંથી હટાવી દીધા. આ કેસમાં રસ ધરાવનારા બધાને ખુબ નવાઈ લાગી હતી. રાજીવ ધવને આ મામલે પૂરી મજબુતાઈથી સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. તેમને હિન્દુ ધર્મના હોવાની વાત કરીને ધમકીઓ સુદ્ધા અપાઈ હતી. પરંતુ તેમણે કેસમાં પીછેહટ કરી નહતી. તેમને તો સુપ્રીમ કોર્ટ (Suprme Court) ની એક પણ સુનાવણીના પૈસા સુદ્ધા મળ્યા નથી. રાજીવ ધવને પોતાની વાત રજુ કરતા એમ પણ કહ્યું કે તેઓ બીમાર નથી.
રાજીવ ધવનના આ નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જમીયત વિરુદ્ધ ખુલીને બોલતું જોવા મળ્યું અને બોર્ડ તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જમીયતે આમ કરવું જોઈતું નહતું. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એક મામલે એક ટ્વીટ પણ કરી અને કહ્યું કે રાજીવ ધવન ન્યાય અને એક્તા માટે લડ્યાં.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની વર્કિંગ કમિટીના સભ્ય કમાલ ફારુકીએ પણ આ સમગ્ર પ્રકરણ પર નવાઈ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમે બધા તરફથી રાજીવ ધવનની માફી માંગીએ છીએ. અમે તેમને મનાવવા જઈશું. તેમના અમારા બધા પર ખુબ અહેસાન છે. જમીયતે થોડી રાહ જોવી જોઈતી હતી. કમાલ ફારુકી એમ પણ કહે છે કે બોર્ડ તરફથી રાજીવ ધવન જ પેરવી કરશે.
આ મામલે જમીયત ઉલેમા એ હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીનું પણ નિવેદન સામે આવ્યું છે. ઝી મીડિયા સાથે ફોન પર કરાયેલી વાતચીતમાં મોલાના અરશધ મદનીએ કહ્યું કે મેં ન તો ક્યારેય રાજીવ ધવનને જોયા કે નતો હું તેમને મળ્યો કે ન તો વાતચીત કરી. અમારા વકીલ ઓન રેકોર્ડ પહેલેથી જ એઝાઝ મકબુલ રહ્યાં છે. તેમની વાત જ રાજીવ ધવન સાથ થતી હતી. કાલે જ્યારે પુન:વિચાર અરજી દાખલ કરવામાં આવી ત્યારે પણ કહેવામાં આવ્યું હુતં કે રાજીવ ધવનજી સાથે સલાહ સૂચન લેવાશે પરંતુ ત્યારે જાણકારી મળી કે તેમના દાંતમાં સમસ્યા છે, અમારે કાલે જ પુન:વિચાર અરજી દાખલ કરવાની હતી આથી તેમનું નામ નથી.
આ VIDEO પણ જુઓ...
મદની કહે છે કે તેઓ રાજીવ ધવનના અહેસાનમંદ પહેલેથી હતાં અને આજે પણ છે. અમે રાજીવ ધવનને અલગ કર્યા નથી. પરંતુ આ અરજી જો મંજૂર થશે તો અમે ઈચ્છીશું કે ચર્ચામાં તેઓ સામેલ થાય.
સવાલ એ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં સમગ્ર દલીલ દરમિયાન જ્યારે રાજીવ ધવને મુસ્લિમ પક્ષને લીડ કર્યો તો શું તેમના માટે રાહ જોઈ શકાય તેમ નહતી? અનેક જાણકારો એમ માની રહ્યાં છે કે મુસ્લિમ સંગઠનોમાં પણ હોડ લાગી છે કે કોણ સૌથી પહેલા પુન:વિચાર અરજી દાખલ કરે અને આથી જમીયત સપ્તાહના પહેલા દિવસે જ કોર્ટમાં પહોંચી ગઈ, જ્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બુધવાર પછી કોર્ટમાં જવાની વાત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે