LoC પર પ્રથમ વખત થઈ આસામ રાઇફલ્સની રાઇફલ વુમન તૈનાત, મળી આ મોટી જવાબદારી

લાઇન ઓફ કંટ્રોલની એકદમ નજીક હવે સુરક્ષાની મહત્વની જવાબદારી આસામ રાઇફલ્સની રાઇફલ વુમન સંભાળી રહી છે. હાલમાં કરવામાં આવેલા એક નિર્ણય બાદ 10000 ફૂટથી વધારે ઉંચા સાધનના પાસ પર નારકોટિક્સ, નકલી કરેન્સી અને હથિયારોના ચેકિંગનું કામ રાઇફલ વુમનના હાથમાં છે. આ વિસ્તાર પીઓકેની પાસે છે, જ્યાંથી પાકિસ્તાન આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની સાથે સાથે નારકોટિક્સ મોકલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
LoC પર પ્રથમ વખત થઈ આસામ રાઇફલ્સની રાઇફલ વુમન તૈનાત, મળી આ મોટી જવાબદારી

શ્રીનગર: લાઇન ઓફ કંટ્રોલની એકદમ નજીક હવે સુરક્ષાની મહત્વની જવાબદારી આસામ રાઇફલ્સની રાઇફલ વુમન સંભાળી રહી છે. હાલમાં કરવામાં આવેલા એક નિર્ણય બાદ 10000 ફૂટથી વધારે ઉંચા સાધનના પાસ પર નારકોટિક્સ, નકલી કરેન્સી અને હથિયારોના ચેકિંગનું કામ રાઇફલ વુમનના હાથમાં છે. આ વિસ્તાર પીઓકેની પાસે છે, જ્યાંથી પાકિસ્તાન આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાની સાથે સાથે નારકોટિક્સ મોકલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

લાઇન ઓફ કંટ્રોલની પાસે તંગધાર અને તિથવાલ વિસ્તારમાં ભારતના લગભગ 40 ગામ છે. લાઇન ઓફ કંટ્રોલની પાસે આ ગામથી થઇને સૌથી વધારે ઉપયોગમાં આવતા ઘૂસણખોરીના રસ્તા છે. આતંકવાદીઓની ઘૂસણખોરી કરવાની સાથે સાથે પાકિસ્તાન અહીંથી નારકોટિક્સ, નકલી કરેન્સી અને હથિયાર મોકલવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આ તમામ ગામથી આવતી ગાડીઓ સાધના પાસ પાર કરી કાશ્મીરના બીજા ભાગમાં દાખલ થયા છે. આ ગાડીઓની ચેકિંગનું કામ સાધના પાસ પર સેનાના માથે હોય છે. નાગરિકોની ગાડીઓમાં મહિલાઓની પણ ઉપસ્થિતિ હોવાના કારણે ઘણી વખત ચેકિંગનું કામ વધારે મુશ્કેલ થઇ જાય છે.

સેનાએ આ માટે પ્રથમ વખત આસામ રાઇફલ્સની રાઇફલ વુમનની એક પલટૂનને લગાવવામાં આવી છે. આ પલટૂનની 9 રાઇફલ વુમન સેનાની એખ મહિલા કેપ્ટનના નેતૃત્વમાં અહીથી પસાર થતી તમામ ગાડીઓના ચેકિંગનું કામ કરે છે. જેમાં કોઇ પણ મહિલા યાત્રી હોય છે. અહીંયાનું વાતાવરણ સતત બદલાતું રહે છે અને ભારે પવનની સાથે સાથે વરસાદ-બરફ કામમાં મુશ્કેલી વધારે છે અને ભારતના નોર્થ ઇસ્ટ ભાગથી આવેલી આ રાઇફલ વુમન સતત ભારતના ઉત્તર પશ્ચિમની આ ચોકી પર પોતાનું કામ કરતી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news