માત્ર ભક્તોને જ નહીં, રાવણ મંદિરના પુજારી જોઇ રહ્યા છે રામ મંદિર શિલાન્યાસની રાહ

અયોધ્યાથી 650 કિલોમીટર દૂર નોઇડામાં રાવણના મંદિરના પુજારી પણ રામ નગરીમાં ભવ્ય મંદિરના શિલાન્યાસના સમયનો ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે. ગૌતમ બુદ્ધ નગરના બિસરખ વિસ્તારમાં રાવણનું મંદિર સ્થિતિ છે. ત્યાના પુજારી મહંત રામદાસનું કહેવું છે કે, પાંચ ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો તેમને ઉત્સુકતાપૂર્વક ઇન્તેજાર છે અને આ રસ્મ સંપન્ન થયા બાદ તે લોકોમાં મીઠાઇ વહેંચશે.
માત્ર ભક્તોને જ નહીં, રાવણ મંદિરના પુજારી જોઇ રહ્યા છે રામ મંદિર શિલાન્યાસની રાહ

અયોધ્યા: અયોધ્યાથી 650 કિલોમીટર દૂર નોઇડામાં રાવણના મંદિરના પુજારી પણ રામ નગરીમાં ભવ્ય મંદિરના શિલાન્યાસના સમયનો ઉત્સુકતાપૂર્વક રાહ જુએ છે. ગૌતમ બુદ્ધ નગરના બિસરખ વિસ્તારમાં રાવણનું મંદિર સ્થિતિ છે. ત્યાના પુજારી મહંત રામદાસનું કહેવું છે કે, પાંચ ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો તેમને ઉત્સુકતાપૂર્વક ઇન્તેજાર છે અને આ રસ્મ સંપન્ન થયા બાદ તે લોકોમાં મીઠાઇ વહેંચશે.

મહંત રામદાસે કહ્યું કે, જો રાવણ ના હોત, તો કોઇ પણ શ્રી રામને ના ઓળખતા અને જો રામ ના હોત તો દુનિયામાં રાવણ વિશે કોઇ જાણતું નહીં. તેમણે કહ્યું કે, તેઓ અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસને લઇને ખુબ જ પ્રસન્ન છે. શિલાન્યાસ બાદ તેઓ લોકોમાં મીઠાઇ વહેંચી ખુશી વ્યક્ત કરશે. મંદિરની શિલાન્યાસ એક ખુબ જ શુભ ઘટનાક્રમ છે. ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા પર તેમને ઘણો આનંદ થશે.

લોક માન્યતા
મહંતે જણાવ્યું કે, લોકમાન્યતા અનુસાર બિસરખ રાવણનું જન્મ સ્થળ છે. તેથી અમે તેને રાવણની જન્મ ભૂમિ પણ કહીંએ છે.

તેમણે રાવણના પરમ જ્ઞાની વ્યક્તિ જણાવતા કહ્યું કે, સીતાનું હરણ કર્યા બાદ રાવણે તેમને તેમના મહેલ લઇ જવાની જગ્યાએ અશોક વાટિકામાં રાખ્યા હતા. આ ઉપરાંત માતા સીતાની સુરક્ષા માટે મહિલાઓને તેનાત કરી હતી. જો ભગવાન રામને મર્યાદા પુરષોત્તમ કહેવામાં આવે છે તો મારું માનવું છે કે, રાવણ પણ લોકોની મર્યાદાનો ખ્યાલ રાખતો હતો.

મહંત રામદાસે જણાવ્યું કે મંદિરમાં રાવણની સાથે સાથે ભગવાન શિવ, પાર્વતી અને કુબેરની મૂર્તિઓ પણ રાખવામાં આવી છે. મંદિરમાં આવનાર લગભગ 20 ટકા શ્રદ્ધાળુંઓ રાવણની પૂજા કરે છે. (ઇનપુટ: એજન્સી ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news