વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલાં ભાજપને મળ્યા સારા સમાચાર, અસમ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મેળવી બમ્પર જીત

Municipal Election Result: ગુરૂવારે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થવાના છે. આ પહેલાં ભાજપે અસમમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. 

વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલાં ભાજપને મળ્યા સારા સમાચાર, અસમ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મેળવી બમ્પર જીત

ગુવાહાટીઃ દેશના 5 રાજ્યનો ચૂંટણી પરિણામ ગુરૂવારે જાહેર થવાના છે. આ પહેલાં ભાજપને આસામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોરદાર સફળતા મળી છે. આ બમ્પર જીતે ભાજપના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરી દીધો છે. 

ભાજપે 80 માંથી 75 સિવિક બોડીમાં જીત મેળવી
અસમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા પરિણામો અનુસાર ભાજપે અસમમાં કુલ 80 સિવિક બોડીમાંથી 75 પર જીત મેળવી છે. ભાજપની સાથે ગઠબંધનમાં રહેલી અસમ ગણ પરિષદે બે પાલિકામાં જીત મેળવી છે. તો રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. તે 80માંથી માત્ર 1 નગરપાલિકા પર જીત મેળવી શકી છે. જ્યારે બે નગરપાલિકામાં અન્ય પક્ષોનો વિજય થયો છે. 

2 પાલિકામાં ત્રિશંકુ પરિણામ આવ્યા
ચૂંટણી પંચે કહ્યું કે, ભાજપે સિવિલ બોડી ચૂંટણીમાં કુલ 672 વોર્ડ જીત્યા છે. તો કોંગ્રેસને 71 અને અન્યને 149 વોર્ડમાં જીત મળી છે. જ્યારે કુલ 57 વોર્ડ બિનહરીફ ચૂંટાયા છે. આસામ ચૂંટણી પંચ પ્રમાણે Mariani મ્યુનિસિપલ બોર્ડમાં 10માંથી 7 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે. બાકી ત્રણ ભાજપના ખાતામાં ગઈ છે. આ ચૂંટણીમાં બે સિવિક બોડીમાં ત્રિશંકુ પરિણામ સામે આવ્યા છે. 

— Himanta Biswa Sarma (@himantabiswa) March 9, 2022

મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને આપી શુભેચ્છા
ચૂંટણી પરિણામ પર અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યુ કે, આ વિશાળ જનાદેશ વિકાસ અને પ્રગતિ માટે છે. તેનાથી પાર્ટીને નવા જોશની સાથે પ્રગતિના એજન્ડાને આગળ વધારવામાં પ્રેરણા મળશે. 

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે સ્વીકારી હારની જવાબદારી
તો કોંગ્રેસને મળેલી હાર બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, રાજનીતિમાં જીત-હાર એક સતત પ્રક્રિયા છે અને પાર્ટી સારા-ખરાબ સમયમાંથી પસાર થાય છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું- અમારે સારા સમય માટે આકરી મહેતન કરવી પડશે અને અવસર માટે ધૈર્યપૂર્વક રાહ જોવી પડશે. હું નગરપાલિકા બોર્ડના પરિણામોની જવાબદારી સ્વીકારૂ છું. 

6 માર્ચે થયું હતું મતદાન
મહત્વનું છે કે અસમમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન ઈવીએમ દ્વારા થયું હતું. રાજ્યભરમાં 6 માર્ચે મતદાન થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news