એસ શ્રીસંતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ, પ્રતિબંધ બાદ કરી હતી વાપસી
શ્રીસંતે કહ્યુ કે, તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સાથે-સાથે તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ રહ્યો છે. શ્રીસંત પર આઈપીએલ 2013 દરમિયાન મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અનુભવી ખેલાડી એસ. શ્રીસંતે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ માહિતી તેણે ટ્વિટર પર આપી છે. શ્રીસંતે કહ્યુ કે, તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સાથે-સાથે તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ રહ્યો છે. શ્રીસંત પર આઈપીએલ 2013 દરમિયાન મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેણે પ્રતિબંધ બાદ થોડા દિવસ પહેલાં રમાયેલી રણજી ટ્રોફીમાં વાપસી કરી હતી. તેણે મેઘાલય વિરુદ્ધ આ મેચમાં બે વિકેટ ઝડપી હતી. શ્રીસંતે આઈપીએલ ઓક્શનમાં ઉતરવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં.
શ્રીસંતે ટ્વિટર પર લખ્યુ, 'આજ મારા માટે એક મુશ્કેલ દિવસ છે, સાથે આ રિફ્લેક્શન અને કૃતજ્ઞતાનો દિવસ પણ છે. Ecc, એનાર્કુલમ જિલ્લા માટે રમવાનો અલગ અનુભવ રહ્યો છે. એક ક્રિકેટ ખેલાડીના રૂપમાં મારા 25 વર્ષના કરિયર દરમિયાન મેં હંમેશા સ્પર્ધા, જનૂન અને દ્રઢતાની સાથે ઉચ્ચ માપદંડોની સાથે તૈયારી અને પ્રેક્ટિસ દરમિયાન સફલતા અને ક્રિકેટ રમત જીતવાનો પ્રયાસ કર્યો છે. મારા પરિવાર, મારા સાથીઓ અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરવુ મારા માટે સન્માનની વાત છે.'
ICC has been a tremendous honor. During my 25 years career as a Cricket player, I've always pursued success and winning cricket games, while preparing and training with the highest standards of competition, passion and perseverance. It has been an honor to represent my family,
— Sreesanth (@sreesanth36) March 9, 2022
It has been an honor to represent my family, my teammates and the people of India. Nd everyone who loves the game .
With much sadness but without regret, I say this with a heavy heart: I am retiring from the Indian domestic (first class and all formats )cricket ,
— Sreesanth (@sreesanth36) March 9, 2022
For the next generation of cricketers..I have chosen to end my first class cricket career. This decision is mine alone, and although I know this will not bring me happiness, it is the right and honorable action to take at this time in my life. I ve cherished every moment .❤️🏏🇮🇳
— Sreesanth (@sreesanth36) March 9, 2022
તેણે આગળ કહ્યુ- 'દુખની સાથે પરંતુ અફસોસ વગર, હું તે ભારી મને કહુ છું, મેં ભારતીય ડોમેસ્ટિક (પ્રથમ શ્રેણી અને તમામ ફોર્મેટ) ક્રિકેટમાંથી નિવૃતિ લઈ રહ્યો છું. આગામી પેઢીના ક્રિકેટરો માટે.. મેં મારૂ પ્રથમ શ્રેણી ક્રિકેટ કરિયર સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ મારો નિર્ણય છે, પરંતુ હું માનુ છું કે તેનાથી મને ખુશી મળશે નહીં, આ મારા જીવનમાં આ સમયે લીધેલું યોગ્ય અને સન્માનજનક પગલું છે.'
શ્રીસંતના કરિયર પર નજર કરીએ તો તેણે ટીમ ઈન્ડિયા માટે 27 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 87 વિકેટ ઝડપી છે. શ્રીસંતે 53 વનડેમાં 75 વિકેટ પોતાના નામે કરી છે. આ ફાસ્ટ બોલરે 10 ટી20 આંતરરાષ્ટ્રીયમાં 7 વિકેટ લીધી છે. તો આઈપીએલમાં તેના નામે 40 વિકેટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે