હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ કોંગ્રેસની સંસ્કૃતિના વ્યક્તિ નથી

કપિલ સિબ્બલની વાતો પર પોતાની પ્રતિક્રિયા આપતા અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ દેશના એક મોટા સન્માનિય વકીલ છે. જે લોકો કોંગ્રેસમાં આવે છે તેને સર્વોચ્ચ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડે છે, પરંતુ સિબ્બલની જેમ નહીં. 
 

હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ કોંગ્રેસની સંસ્કૃતિના વ્યક્તિ નથી

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં કોંગ્રેસના પરાજય બાદ પાર્ટીમાં વિવાદ શરૂ થઈ ગયો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જ આમને-સામને આવી ગયા છે. આ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કપિલ સિબ્બલ પર નિશાન સાધ્યુ છે. ગેહલોતે કહ્યુ કે, કપિલ સિબ્બલ કોંગ્રેસની સંસ્કૃતિ સાથે જોડાયેલા વ્યક્તિ નથી. હકીકતમાં કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે ગાંધી પરિવારને કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી અલગ થવુ જોઈએ અને કોઈ અન્યને તક આપવી જોઈએ. કપિલ સિબ્બલની આ વાતો પર ઘણા કોંગ્રેસ નેતાઓની ટિપ્પણી સામે આવી છે. 

કપિલ સિબ્બલની વાતો પર પોતાની પ્રતિક્રિયા આપતા અશોક ગેહલોતે કહ્યુ- કપિલ સિબ્બલ દેશના એક મોટા સન્માનિય વકીલ છે. જે લોકો કોંગ્રેસમાં આવે છે તેને સર્વોચ્ચ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડે છે, પરંતુ સિબ્બલની જેમ નહીં. સોનિયા ગાંધીના આશીર્વાદ અને રાહુલ ગાંધીના સપોર્ટને કારણે તે સંઘર્ષ કર્યા વગર પાર્ટીમાં ઉપર સુધી પહોંચી ગયા. 

અશોક ગેહલોતે કહ્યુ, 'તમને ઘણી મહત્વની તક મળી. તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં જગ્યા મળી. તેમને પાર્ટીના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. તેમનું આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. આવા લોકોને કોંગ્રેસની પાયાની જાણકારી પણ નથી. શું તે કોંગ્રેસનો ઈતિહાસ ભૂલી ગયા છે? તે કોંગ્રેસ પાર્ટીની એબીસીડી પણ જાણતા નથી.'

રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યુ, છેલ્લા 30 વર્ષમાં ગાંધી પરિવારના કોઈ સભ્ય મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નથી બન્યા. તેમણે કહ્યું કે, દેશ જાણે છે કે જો ગાંધી પરિવાર ટોચ પર રહેશે ત્યારે જ કોંગ્રેસમાં એકતા રહેશે. 

મહત્વનું છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વથી અલગ થવુ જોઈએ અને કોઈ અન્યને તક આપવી જોઈએ. તેમણે તે પણ કહ્યું કે તે ઘરની કોંગ્રેસ નહીં પરંતુ બધાની કોંગ્રેસ ઈચ્છે છે. 

પવન ખેડાએ પણ કર્યા પ્રહાર
તો કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ સિબ્બલ પર પ્રહાર કરતા કહ્યુ કે, એવા નેતાઓએ પાર્ટીના વર્તમાન નેતૃત્વ વિરુદ્ધ દરરોજ નિવેદનબાજી કરવાની જગ્યાએ અધ્યક્ષ પદની ચૂંટણી લડવી જોઈએ. ખેડાએ કહ્યુ- કપિલ સિબ્બલ, ડોક્ટર હર્ષવર્ધન (ભાજપ નેતા) એ તમને કહ્યુ નહોતુ કે ચાંદની ચોકથી અલગ થઈ જાવ. તે ચૂંટણી લડ્યા અને તમને પરાજીત કર્યા. જે લોકો કોંગ્રેસનું નેતૃત્વ કરવાની ઈચ્છા રાખે છે તેમણે વર્તમાન નેતૃત્વ વિરુદ્ધ બોલવાની જગ્યા પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news