હવે સરકારી ક્વોરેન્ટીનના આદેશ પર આમને સામને ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર


રાજધાની દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે કોરોના દર્દીઓ માટે 5 દિવસ સરકારી ક્વોરેન્ટીન ફરજીયાત કર્યું છે. આ નિર્ણયનો હવે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે વિરોધ કર્યો છે. કહ્યુ કે, મેડિકલ સ્ટાફ ઓછો છે. રેલવેના કોચોમાં ગરમીને કારણે કોઈ રોકાશે નહીં. 
 

હવે સરકારી ક્વોરેન્ટીનના આદેશ પર આમને સામને ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર

નવી દિલ્હીઃ કોરોના દર્દીઓ માટે 5 દિવસ સરકારી ક્વોરેન્ટીન જરૂરી કરવા પર હવે ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર આમને સામને છે. દિલ્હી સરકારનું કહેવુ છે કે, તેનાથી લોકોમાં કોરોના પ્રત્યે ડર વધશે કારણ કે અત્યાર સુધી હળવા લક્ષણ વાળા લોકો હોમ આઇસોલેશનમાં સાજા થઈ રહ્યાં હતા. હવે અરવિંદ કેજરીવાલ તરફથી મેડિકલ સ્ટાફ ઓછો હોવા અને ક્વોરેન્ટીનની સારી વ્યવસ્થા ન હોવાની વાત કરવામાં આવી છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યુ કે, રેલવેએ આઇસોલેશન માટે કોચ તો આપ્યા છે પરંતુ આટલી ગરમીમાં તેમાં કોણ રહી શકશે. આગળ કહ્યુ કે, પહેલાથી હેલ્થ સ્ટાફની કમી ચાલી રહી છે. તેવામાં ક્વોરેન્ટીન સેન્ટરમાં હજારો દર્દીઓ માટે નર્સ અને ડોક્ટર ક્યાંથી લાવીશું. 

રાજધાની દિલ્હીમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલે શુક્રવારે આદેશ આપ્યો હતો કે રાજધાનીમાં હવે કોરોનાના બધા દર્દીઓએ શરૂઆતના પાંચ દિવસ સરકારી ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. આ દરમિયાન દર્દીમાં સુધાર જોવા મળ્યો તો બાકી દિવસો માટે હોમ ક્વોરેન્ટીનમાં મોકલી શકાય છે. પરંતુ આ દરમિયાન જિલ્લા અધિકારી તરફથી ચરાયેલી સર્વેલાન્સની ટીમ ઘરે જઈને તપાસ કરશે કે આઇસોલેશનનું સંપૂર્ણ રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં. અત્યાર સુધી દર્દીનો ફોન દ્વારા જ સંપર્ક કરવામાં આવતો હતો. પરંતુ ફોનની સુવિધાને તત્કાલ પ્રભાવથી પરત લેવામાં આવ્યો છે. 

બીએસએફે ભારતની સરહદમાં ઘુસીને જાસૂસી કરનાર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું  

અત્યાર સુધી લક્ષણો વગરના કે હળવા લક્ષણો વાળા કોરોના દર્દીઓને હોમ ક્વોરેન્ટીનની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ શુક્રવારે દિલ્હીના ઉપરાજ્યપાલે આદેશ જારી કરી તેમાં ફેરફાર કર્યો છે. આ વિશે દિલ્હી સરકારે કહ્યુ કે, અમારી પાસે કોઈ સલાહ લેવામાં આવી નથી. 

આમ આદમી પાર્ટીના નેતાઓએ શુક્રવારે આ આદેશ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેનાથી અરાજકતાની સ્થિતિ ઊભી થઈ શકે છે. કારણ કે અત્યારે 8500થી વધુ કોરોના પોઝિટિવ હોમ ક્વોરેન્ટીનમાં છે અને આદેશ બાદ તેને સરકારી ક્વોરેન્ટીનના સ્થળે શિફ્ટ કરવા મોટો પડકાર હશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news