કોંગ્રેસે બોલાવી ઇમરજન્સી બેઠક, સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા નેતા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને સંસદના શિયાળુ સત્રને લઇને આજે સવારે 9:30 વાગે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પાર્ટીની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના આવાસ 10 જનપથ પર આયોજિત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જાણકારી આપી છે.
કોંગ્રેસે બોલાવી ઇમરજન્સી બેઠક, સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા નેતા

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને સંસદના શિયાળુ સત્રને લઇને આજે સવારે 9:30 વાગે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પાર્ટીની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના આવાસ 10 જનપથ પર આયોજિત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જાણકારી આપી છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સીડબલ્યૂ મીટિંગમાં સંસદના શિયાળુ સત્રમાં એનડીએ સરકારને ઘેરવાને લઇને રણનિતી નક્કી કરવામાં આવશે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને ચાલી રહેલા ગતિરોધ પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો દૌર ચાલી રહ્યા છે.

— K C Venugopal (@kcvenugopalmp) November 21, 2019

રાજકીય વિશ્લેષકોની માનીએ તો એવું પ્રતીત થઇ રહ્યું છે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના અને રાકાંપાની સાથે ગઠબંધનને લીલીઝંડી આપી ચૂક્યા છે.

કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે તે આશા રાખી રહ્યા છે કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં સરકાર બનશે. કેટલીક બારીકાઓને પુરી કરવાની જરૂરિયાત છે. અનુમાનોને હવા આપતાં શિવસેનાના રણનીતિકાર સંજય રાઉતે કહ્યું કે ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news