રાજસ્થાનમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ટ્રકની ટક્કરે 7 ના મોત, હજુ વધી શકે છે મૃત્યુઆંક

ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર લગભગ 25 મહિલા અને પુરૂષના ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના પાલી જિલ્લાના સુમેરપુર પાલીસ સ્ટેશન વચ્ચે નેશનલ હાઈવે પર બની છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે

રાજસ્થાનમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ટ્રકની ટક્કરે 7 ના મોત, હજુ વધી શકે છે મૃત્યુઆંક

ઝી ન્યુઝ, અમદાવાદ: રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવરા યાત્રાળુઓને લઇને મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં 7 લોકોના મોત થયા છે તો 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. યાત્રાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીને એક બેકાબૂ ટ્રકે ટક્કર મારી છે. દુર્ધટનામાં 7 રામદેવરા યાત્રાળુઓના મોત થયાની સૂચના મળી રહી છે. દુર્ઘટના બાદ ઘટના સ્થળ પર હાહાકાર તેમજ કોહરામ મચી ગયો.

ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર લગભગ 25 મહિલા અને પુરૂષના ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના પાલી જિલ્લાના સુમેરપુર પાલીસ સ્ટેશન વચ્ચે નેશનલ હાઈવે પર બની છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. કેટલાક ઘાયલોને સુમેરપુરની હોસ્પિટલમાં તો કેટલાકને શિવ ગંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના અંબાજીથી યાત્રાળુઓ ટ્રેક્ટર ટ્રોલી લઇને રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા કે પાલી જિલ્લાના સુમેરપુર પાસે આ દુર્ઘટના સર્જાઈ છે.

રામદેવરા યાત્રાળુઓને દુર્ઘટનાથી બચાવવા માટે પાલી જિલ્લા કલેક્ટર મિત મહેતા તેમજ પાલી જિલ્લા પોલીસ અધિકારી ડોક્ટર ગગનદીપ સિંગલાએ દુર્ઘટનાઓ પર લગામ લગાવવા માટે માર્ગો પર દોડતા વાહનોની ગતિ નક્કી કરી હતી. જોકે, કદાચ આ વિસ્તારમાં વાહનોની સ્પીડને અનુસરવા અને તપાસવા માટે કોઈ જવાબદાર નહોતું અને આ દુર્ઘટના સર્જાઈ હતી. જો દરેક જિલ્લા કલેક્ટર નમિત મહેતા અને પાલી જિલ્લા પોલીસ અધિક્ષ ડો. ની સૂચનાનું પાલન કર્યું હોય તો તેને અટકાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news