નંદ ઘેર આનંદ ભયો...' નાદથી મંદિરો ગૂંજી ઉઠ્યા, ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં કાન્હાનો થયો જન્મ
ડાકોરમાં રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના આ ત્રણેય મંદિરોમાં આજે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. ભગવાન દ્વારિકાધિશની નગરી દ્વારિકામાં જન્માષ્ટમીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી રહી છે. તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરો ડાકોર અને શામળાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
ડાકોરમાં રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજ્યના આ ત્રણેય મંદિરોમાં આજે જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી Live:
- દેશભરના કૃષ્ણ મંદિરોમાં કેવો છે માહોલ, જુઓ વીડિયો
દેશભરમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી#Janmashtami #Krishna #Janmashtami2022 pic.twitter.com/LNjapaSUEE
— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022
ઈસ્કોન મંદિરમાં અમિત શાહે આરતી કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જન્માષ્ટમીનો તહેવાર અમદાવાદમાં ઉજવ્યો હતો. ઈસ્કોન મંદિરમાં દર્શન માટે અમિત શાહ પહોંચ્યા હતા. જયા આરતી કરી ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મદિવસની ઉજવણી કરી હતી.
કૃષ્ણ મંદિરમાં ભગવાનની આરતી શરૂ
- નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર દ્વારકા સહીત કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠયા છે અને ગગનભેદી જયઘોષથી વાતાવરણ પવિત્ર બન્યું છે. રાત્રે 12 ના ટકોરે તમામ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ કરાઇ હતી. સમગ્ર દેશભરના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક વ્હાલા કાન્હાના વધામણા કરવામાં આવ્યા છે. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કીના નાદ સાથે ડાકોર મંદિરમાં પણ કૃષ્ણ ભક્તિનો માહોલ બરોબરનો જામ્યો હતો. શામળાજી મંદિર ખાતે પણ મહાઆરતી કરી જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
- અમદાવાદના ઈસ્કોન મંદિરના આંગણે પણ કૃષ્ણ જન્મને વધાવાયો
Gujarat | Union Home Minister Amit Shah offers prayers at Isckon temple in Ahmedabad on #Janmashtami pic.twitter.com/UGVuOF7CCU
— ANI (@ANI) August 19, 2022
-નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી
- દ્વારકા સહીતના મંદિરોમાં રાત્રે 12 વાગે આરતી થઈ
- ગુજરાત સહિત સમગ્ર દેશના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક વ્હાલા કાન્હાના વધામણા કરાયા
- દ્વારકા, ડાકોર અને શામળાજી તથા અમદાવાદના મંદિરમાં કાન્હાના વધામણા
- ભગવાન દ્વારકાધીશની જન્મોત્સવની આરતી ચાલી રહી છે.
- જગત મંદિરની બંને બાજુના સ્વર્ગદ્વાર અને મોક્ષ દ્વારની બહાર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો
- જગત મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા મંગળા આરતી કરવામાં આવી રહી છે.
- ભગવાન દ્વારકાધીશના લાલા સ્વરૂપને પારણામાં બેસાડી પારણુ ઝુલાવવામાં આવ્યું.
- મંદિરના બંને દ્વાર મારફતે મોટી સંખ્યામાં ભક્તો પોતાના પ્રિય એવા લાલાના દર્શન કરી પાવન થયા
- અમદાવાદમાં ઈસ્કોન મંદિરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે.
- જ્યાં મંદિરના સત્તાધીશો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અમદાવાદના ઇસ્કોન મંદિર #Janmashtami #Krishna #Janmashtami2022 pic.twitter.com/vZitdUer55
— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી... ભગવાન શ્રી કૃષ્ણનો આજે 5249મો જન્મદિવસ #Janmashtami #Krishna #Janmashtami2022 pic.twitter.com/ywXjFKxWez
— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022
દ્વારકાધીશનો 5249મો જન્મદિવસ દ્વારકા મંદિરે રંગેચંગે ઊજવાઈ રહ્યો છે.
- આજે 10:30 વાગ્યે પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયો
- ભગવાનની શૃંગાર આરતી કરવામાં આવી હતી
- નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર દ્વારકાનગરી કૃષ્ણમય બની
-દ્વારકા અને ડાકોરમાં શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન બન્યા
જય રણછોડ, માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણની ધૂનમાં ભક્તો મગ્ન #Janmashtami #Krishna #Janmashtami2022 pic.twitter.com/7wgJzDamao
— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022
- ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા, ડાકોર અને વૃંદાવનથી જુઓ
કૃષ્ણ જન્મોત્સવની ગણાઈ રહી છે ઘડીઓ, ભક્તો કૃષ્ણમય #Janmashtami #Krishna #Janmashtami2022 pic.twitter.com/dcQBkO6Vw7
— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022
- જગતના નાથના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ
- જન્માષ્ટમીના પાવન પર્વ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી
- ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણના દર્શન-અર્ચન સાથે પાદુકા પૂજન કર્યા.
- માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યાં હતા.
જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન-અર્ચન સાથે પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી. pic.twitter.com/yviQMH8gZ4
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2022
- જગતના નાથના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ
જગતના નાથના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ#Janmashtami #Krishna #Janmashtami2022 pic.twitter.com/Frk5fvF47o
— Zee 24 Kalak (@Zee24Kalak) August 19, 2022
- આજે સમગ્ર દેશમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળી રહ્યો છે. કારણ કે આજે રાત્રે 12 વાગ્યે જગતના ગુરુ એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે. ત્યારે અરવલ્લીના શામળાજી મંદિરનો ભવ્ય ડ્રોન નજારાનો વીડિયો હાલ સામે આવ્યો છે. ગુજરાતના મોટાભાગના કૃષ્ણ મંદિરોમાં લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. જેમ કે શામળાજી, ડાકોર, દ્વારકા, ઇસ્કોન અને ભાડજ હરેકૃષ્ણ મંદિર..
કૃષ્ણ ભગવાનના અલગ અલગ મંદિરોમાં લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમ કે શામળાજી, ડાકોર, દ્વારકા, ઇસ્કોન અને ભાડજ હરેકૃષ્ણ મંદિર... ભગવાન દ્વારકાધીશનો 5249મો જન્મદિવસ દ્વારકાના જગતમંદિરે રંગેચંગે ઊજવાઈ રહ્યો છે. આજે 10:30 વાગ્યે પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયા પછી ભગવાનની શૃંગાર આરતી કરવામાં આવી હતી, જેનો લહાવો લેવા માટે અને કાળિયા ઠાકરને જન્મદિવસનાં વધામણાં આપવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર દ્વારકાનગરી જાણે કૃષ્ણમય બની ગઈ છે.
આજે છે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું પાવન પર્વ. જગતના નાથના વધામણા માટે ભક્તોમાં અતિ ઉત્સાહ છે. ભગવાને ખુદ વસાવેલી નગરી દ્વારકા હોય કે પછી ડાકોરના ઠાકોરનું ધામ. જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભગવાનના દિવ્ય મનોહર રૂપના દર્શન કરવા માટે ભક્તો વ્યાકુળ થઈ રહ્યા છે. શ્રી કૃષ્ણના તમામ મંદિરોમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જગદીશના દર્શન કરીને ભક્તો ધન્ય થઈ રહ્યા છે. ભક્તો રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે રાત્રે 12 વાગે અને લાલાનો જન્મ થયા.
Gujarat CM Bhupendra Patel visits Dwarkadhish temple in Dwarka on the occasion of Janmashtami pic.twitter.com/3s41P8Rqfu
— ANI (@ANI) August 19, 2022
આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે ત્યારે દેશ કૃષ્ણ જન્મોત્સવમાં લીન થઈ ગયો છે. દેશ જ નહીં પણ દુનિયાભરના કૃષ્ણ મંદિરોમાં રંગેચંગે વ્હાલાના વધામણાની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે ભગવાનનો જ્યાં જન્મ થયો હતો તે મથુરામાં એક આગવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મથુરાના શ્રી કૃષ્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા છે, અને ચારે બાજુ ભગવાનનો જયઘોષ થઈ રહ્યો છે. તો ભગવાન બાળગોપાલનું જ્યાં બાળપણ વીત્યુ તે વૃંદાવનમાં પણ એક અનેરો ઉત્સાહ જન્માષ્ટમીને લઈ જોવા મળી રહ્યો છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર દર્શન માટે ઉમટ્યું છે. તો રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં પણ ભગવાનના દર્શન માટે દેશભરમાંથી ભક્તો ઉમટ્યા છે.
ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ઉજવણી
ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભગવાન કૃષ્ણની એક ઝલક મેળવવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. ઇસ્કોન મંદિર ખાતે તુલસી આરતી સાંજે 6 વાગે ત્યારબાદ સંધ્યા આરતી 6.30 વાગે કરવામાં આવી હતી. જ્યારે મહાઅભિષેક 11.30 વાગે કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ ઇસ્કોન મંદિરે મોડી સાંજે 11.30 વાગે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છે. જ્યાં કૃષ્ણ જન્મ બાદ ભગવાનની મહાઆરતી કરાઈ હતી. અહીં ભગવાનના વિશેષ વાઘા વૃંદાવનથી લાવવામાં આવ્યા છે. 300 કિલો ફૂલથી ગર્ભગૃહમાં શણગાર કરાયો છે. આજના દિવસે 1008 જેટલી અલગ અલગ વાનગીઓનો ભોગ ધરાવાયો છે.
ભાડજના હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી
જન્માષ્ટમીનો મહોત્સવ આજે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ જન્મોત્સવની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. કૃષ્ણ ભગવાનના અલગ અલગ મંદિરોમાં લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જેમ કે શામળાજી, ડાકોર, દ્વારકા, ઇસ્કોન અને ભાડજ હરેકૃષ્ણ મંદિર.. તેમાંથી અમદાવાદના ભાડજ ખાતે આવેલ હરેકૃષ્ણ મંદિરમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં બેથી અઢી લાખ જેટલી પબ્લિક જન્માષ્ટમીના દિવસે રાધાકૃષ્ણના દર્શનનો લાભ લેવા માટે આવતી હોય છે. ત્યારે આ વખતે પણ જ્યાં કોરોનાની મહામારી બિલકુલ નહિવત સમાન છે ત્યારે આ વર્ષે પણ ખૂબ મોટી માત્રામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
આજે વહેલી સવારે આઠ વાગ્યાથી દર્શન શરૂ કરી દેવામાં આવેલ છે. ભગવાન કૃષ્ણનો શણગાર અલગ અલગ જગ્યાઓથી મંગાવેલા ફૂલો દ્વારા કરવામાં આવ્યો છે. અને ભગવાનને કેકનો ભોગ ચડાવી પ્રસાદ રૂપે શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવ્યો. સાથે અલગ અલગ પ્રકારના વસ્ત્રો અને અલંકારો પણ ભગવાનને ધારણ કરેલ છે જેના દ્વારા ભગવાન કૃષ્ણની મૂર્તિ અલૌકિક લાગી રહી છે. રાત્રે 12:00 વાગે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ રંગે ચંગે મનાવવામાં આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે