જેલમાંથી બહાર આવ્યા સાંસદ નવનીત રાણા, તબીયત ખરાબ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ

છેલ્લા 11 દિવસથી જેલમાં બંધ લોકસભા સાંસદ નવનીત રાણાને 12માં દિવસે જેલમાંથી છોડવામાં આવ્યા છે. 

જેલમાંથી બહાર આવ્યા સાંસદ નવનીત રાણા, તબીયત ખરાબ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ

મુંબઈઃ મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બુધવારે મુંબઈ સેશન કોર્ટે શરતી જામીન આપ્યા હતા. તો નવનીત રાણા આજે જેલમાંથી બહાર આવી ગયા છે. સાંસદ નવનીત રાણા છેલ્લા 11 દિવસથી ભાયખલા જેલમાં બંધ હતા અને 12માં દિવસે તેઓ બહાર આવ્યા છે. મહત્વનું છે કે નિયમ પ્રમાણે નવનીત રાણાને સાંજે પાંચ કલાકે છોડવાના હતા, પરંતુ તબીયત ખરાબ હોવાને કારણે તેમને જલદી છોડી દેવામાં આવ્યા છે. 

જેલમાંથી બહાર આવ્યા બાદ સુરક્ષા આપવામાં આવી
અમરાવતીથી લોકસભા સાંસદ નવનીત રાણાની સાથે સીઆરપીએફ અને મુંબઈ પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ નવનીત રાણા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું અને દાખલ કરવામાં આવ્યા છે.

લાઉડસ્પીકર વિવાદમાં જેલમાં બંધ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બુધવારે કોર્ટે શરતી જામીન આપ્યા હતા. રાણા દંપત્તિને કોર્ટથી 50 હજારના વ્યક્તિગત બોન્ડ પર છોડવામાં આવ્યા છે. 

BJP leader Kirit Somaiya visited the hospital to meet her.

(Video Source: Navneet Rana's Facebook) pic.twitter.com/5Uaauet4B2

— ANI (@ANI) May 5, 2022

શરતોની સાથે મળ્યા જામીન
સેશન કોર્ટે રાણા દંપત્તિને જામીન માટે શરતો રાખી છે. કોર્ટના આદેશ પ્રમાણે રાણા દંપતિ મીડિયા સાથે વાત કરી શકશે નહીં. પૂરાવા સાથે છેડછાડ કરી શકશે નહીં. કોર્ટે સાથે ચેતવણી આપી કે તે બીજીવાર આવો કોઈ ગુનો કરશે નહીં. આ સિવાય જ્યારે તેમને પોલીસ નોટિસ આપશે તો 24 કલાકની અંદર પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવી પડશે. જો તે ફરી આવો ગુનો કરશે તો જામીન રદ્દ થઈ જશે.

આ આરોપમાં થઈ હતી ધરપકડ
મહત્વનું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા સ્થિત ખાનગી આવાસ માત્રોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાની જાહેરાત બાદ ઉભા થયેલા વિવાદને કારણે લોકસભા સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાની 23 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news