શું ભાજપ SC-ST સમાજ સુધી નથી પહોંચ્યું? દિગ્ગજ મંત્રીએ જ સ્વિકાર કર્યો કે...

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે ત્યારે તેમણે SC-ST સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. સમાજમાં ભાજપનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ SC-ST યુવાનો ભાજપ સાથે જોડાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં હાલ SC અનામત હોય એવી 13 બેઠકો છે. જેમાંથી 8 ભાજપ જોડે અને 5 કોંગ્રેસ પાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો જીતવા ભાજપે કવાયત હાથ ધરી છે.
શું ભાજપ SC-ST સમાજ સુધી નથી પહોંચ્યું? દિગ્ગજ મંત્રીએ જ સ્વિકાર કર્યો કે...

બ્રિજેશ દોશી/અમદાવાદ : રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે ત્યારે તેમણે SC-ST સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. સમાજમાં ભાજપનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ SC-ST યુવાનો ભાજપ સાથે જોડાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં હાલ SC અનામત હોય એવી 13 બેઠકો છે. જેમાંથી 8 ભાજપ જોડે અને 5 કોંગ્રેસ પાસે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો જીતવા ભાજપે કવાયત હાથ ધરી છે.

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ સંતોષે પોતાના પ્રવાસમાં ભાજપના SC સમુદાયના ધારાસભ્યો, સાંસદો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો સાથે બેઠક યોજીને તેમણે કરેલી કામગીરી અંગે રિપોર્ટ માંગ્યો હતો. સુત્રોની વાત માનીએ તો તેમણે તમામ નેતાઓને પૂછ્યું કે તમને ભાજપે આટલી જવાબદારી આપી તો સમાજને કેટલો લાભ થયો અને સમાજથી ભાજપને હજુ શું આશા છે.

આજે બી એલ સંતોષે SC-ST સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોને પણ આ અંગે હોમવર્ક આપ્યું હતું. સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપે પોતાના આગેવાનોને SC-ST સમુદાયમાં પક્ષને વધુ મજબૂત કરવા કામ સોંપ્યું છે. બંધારણ અને અનામત અંગેની ગેરસમજો દુર કરવા પણ માર્ગદર્શન આપ્યું. અનામત અંગે ભાજપનું વલણ સ્પષ્ટ છે અને દૂર કરવાની કોઈ વિચારણા નથી તેવી પણ ખાતરી આપી હતી. બંધારણમાં પણ ભાજપે ફક્ત કલમ 370 માં જ ફેરફાર કર્યો છે તે વાત પણ સ્પષ્ટ કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારે SC-ST સમુદાય માટે કરેલા નિર્ણયો અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવા જનપ્રતિનિધિઓ કામે લાગે અને મોરચો પણ સક્રિય થાય તે જરૂરી છે. 

સંતોષે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જ્યાં સુધી SC અને ST સમુદાયના લોકો મુખ્ય પ્રવાહમાં નહીં જોડાય ત્યાં સુધી ભાજપ આ સમુદાય સુધી નહીં પહોંચી શકે. બીજા શબ્દોમાં વાત કરીએ તો એસસી અને એસટી મતદારો વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા છે જેને હવે જો મિશન 182 સાકાર કરવું હોય તો તમામ વર્ગ-સમુદાયને સાથે લાવવા પર ભાજપ ભાર મૂકી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે બી એલ સંતોષના આ હોમવર્કની કેટલી અસર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોરચામાં દેખાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news