'દીદી'ના ગઢમાં આજે અમિત શાહ ગર્જશે, રેલીના સ્થળે લાગ્યા TMCના પોસ્ટર
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપમાં રાજકીય ઘમાસાણ વચ્ચે આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજ્યની મુલાકાતે છે.
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપમાં રાજકીય ઘમાસાણ વચ્ચે આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહ રાજ્યની મુલાકાતે છે. અમિત શાહ કોલકાતાના મેયો રોડ પર જનસભા સંબોધવાના છે. શાહના પ્રવાસના કારણે એક બાજ જ્યાં ભાજપના કાર્યકર્તાઓમાં જોશ જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ ટીએમસી કાર્યકર્તાઓ કથિત રીતે રેલીનો વિરોધ કરી રહ્યાં છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે આજે થનારી આ રેલીમાં અમિત શાહ 2019 લોકસભા ચૂંટણીનો શંખનાદ કરશે.
રાંચીથી બોલાવાયા કારિગર
અમિત શાહના મંચને સજાવવા માટે ભાજપના કાર્યકર્તાઓએ સ્પેશિયલ રાંચીથી કારિગર બોલાવ્યાં હતાં. અત્રે જણાવવાનું કેપંડાલ બનાવવા માટે રાંચીના કારિગરો ખુબ પ્રખ્યાત છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે અમિત શાહના મંચને સજાવવા માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે. કારણ કે પીએમ મોદીની સભાનો પંડાલ તૂટયા બાદ પાર્ટીએ પાઠ ભણ્યો છે અને હવે તે નથી ઈચ્છતી કે શાહના કાર્યક્રમમાં કોઈ ભૂલ થાય. ભારતીય જનતા યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ દેવજીત સરકારે જણાવ્યું કે રાંચીના ડેકોરેટર પાસે શાહની સભાનો મંચ તૈયાર કરાવવામાં આવી રહ્યો છે.
આ અગાઉ પીએમ મોદીની પશ્ચિમ બંગાળમાં સભા હતી તે દરમિયાન પંડાલ પડવાથી ખુબ નુકસાન થયું હતું. અનેક ઘાયલ થયા હતાં.
ડ્રોનથી નહીં થાય નિગરાણી
અમિત શાહની રેલીની નિગરાણી માટે ડ્રોનની મદદ માંગનારા ભાજપ કાર્યકર્તાઓની માગને રાજ્ય સરકારે ના પાડી દીધી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આ અંગે જાણકારી આપતા કહ્યું કે અમે લોકોએ શનિવારે શાહની જે રેલી થવાની છે તેના પર નિગરાણી રાખવા માટે ડ્રોન ઉડાવવા માટે કોલકાતા પોલીસ પાસે મંજૂરી માંગી હતી તેમણે કહ્યું કે આ માત્ર સુરક્ષા કારણોસર કરવામાં આવી રહ્યું છે.
શાહના પ્રવાસ પહેલા લાગ્યા 'ભાજપ બંગાળ છોડો'ના પોસ્ટર
શાહના કોલકાતા પ્રવાસના એક દિવસ પહેલા શહેરની મધ્યમાં માયો રોડ સ્થિત તેમની રેલીના સ્થળની આસપાસ પોસ્ટર લાગેલા જોવા મળ્યાં. જેના પર 'ભાજપ બંગાળ છોડો' લખ્યું છે. પ્રદેશ ભાજપે આરોપ લગાવ્યો કે 'ભાજપ બંગાળ છોડો' અને 'બંગાળ વિરોધી ભાજપ વાપસ જાઓ'ના સંદેશાવાળા પોસ્ટર તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓએ લગાવ્યાં છે. જો કે આ આરોપથી પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે ઈન્કાર કર્યો. ભાજપના અન્ય એક નેતાએ કહ્યું કે બંગાળ તૃણમૂલ કોંગ્રેસની 'ખાનગી સંપત્તિ' નથી. પાર્ટીને આવી માંગણીઓ કરવાનો કોઈ અધિકાર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે