રાજ્યસભાના ઉપસભાપતિએ પહેલા જ દિવસે વિપક્ષને કર્યો ખુશ, પણ સરકારની થઈ 'ફજેતી'
રાજ્યસભામાં નવા ઉપસભાપતિ ચૂંટાઈ આવેલા હરિવંશે સદનમાં પહેલા જ દિવસે વિપક્ષને હસવાની તક આપી દીધી અને બીજી બાજુ સરકાર માટે કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ થઈ ગઈ.
Trending Photos
નવી દિલ્હી: રાજ્યસભામાં નવા ઉપસભાપતિ ચૂંટાઈ આવેલા હરિવંશે સદનમાં પહેલા જ દિવસે વિપક્ષને હસવાની તક આપી દીધી અને બીજી બાજુ સરકાર માટે કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ થઈ ગઈ. વાત જાણે એમ હતી કે ઉપસભાપતિએ એક સભ્યના ખાનગી પ્રસ્તાવ પર વોટિંગ કરાવીને સરકારની કફોડી સ્થિતિ કરી નાખી. સરકારનો તર્ક હતો કે આ પ્રકારે એક સભ્યના અંગત પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાથી નવી પરંપરા શરૂ થઈ જશે. આવો કોઈ નિયમ નથી. પરંતુ તેમણે સરકારની આ દલીલને ફગાવી દીધી હતી.
શુક્રવારે એક સભ્યના અંગત પ્રસ્તાવ પર વિપક્ષ તરફથી વોટિંગ કરાવવા પર ભાર મૂકવા મુદ્દે કેન્દ્ર સરકારે નીચા જોવા જેવું થયું. સભ્યના અંગત પ્રસ્તાવમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના લોકોને અનામતને કોઈ પણ રાજ્યમાં અસ્વીકાર ન કરવાની વાત સુનિશ્ચિત કરવા અંગે બંધારણની કલમ 341 અને 342માં સંશોધનની માગણી કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે આ જાતિઓના લોકો જ્યારે રોજગારની તલાશમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે ત્યારે ત્યાં સ્થાયી રીતે વસી જાય છે તો તેમને અનામતના લાભ માટે અયોગ્ય ગણવામાં આવે છે.
પ્રસ્તાવ સમાજવાદી પાર્ટીના સાંસદ વિશ્વંભર પ્રસાદ નિષાદ લાવ્યાં હતાં. સરકાર આ મુદ્દે કફોડી સ્થિતિનો સામનો કરવો પડ્યો. કારણ કે સદનમાં પ્રસ્તાવને ફગાવવા માટે સરકારે પ્રસ્તાવના વિરોધમાં મત આપવો પડ્યો. વિપક્ષે આ મુદ્દે સરકાર પર દલિત વિરોધી અને મનુવાદી હોવાનો આરોપ લગાવ્યો. પ્રસ્તાવના પક્ષમાં 32 મત પડ્યાં જ્યારે વિપક્ષમાં 66 મત પડ્યાં. જો આ પ્રસ્તાવ પસાર થાત તો સરકારે આગામી સત્રમાં તેને કાયદો બનાવવા માટે સંસદમાં વિધેયક લાવવું પડત. વિપક્ષ દ્વારા અસાધારણ રીતે મત વિભાજન પર ભાર મૂકવા પર ઉપસભાપતિ હરિવંશે પ્રસ્તાવ પર મતવિભાજનનો આદેશ આપ્યો, જો કે વરિષ્ઠ મંત્રીએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સદનમાં એક નવું ઉદાહરણ રજુ કરાઈ રહ્યું છે. સાંસદ સામાન્ય રીતે આ પ્રકારના પ્રસ્તાવો પર ચર્ચા કરવા માટે સરકાર તરફથી આશ્વાસન મળતા તેમને પાછા લે છે.
જો કે શુક્રવારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહલોતે ચર્ચા દરમિયાન જવાબ આપતા કહ્યું કે મોદી સરકાર દલિત અને અનુસૂચિત જનજાતિના કલ્યાણને લઈને પ્રતિબદ્ધ છે. પરંતુ તે તરત એવા ફેરફાર લાવી શકે નહીં જેની પ્રસ્તાવમાં અપેક્ષા કરવામાં આવી છે. નિષાધે કહ્યું કે તેઓ સદનમાં આ મામલે મતદાન કરાવવા માંગે છે. સત્તા પક્ષના વિરોધ વચ્ચે પીઠાસીન અધિકારીએ કહ્યું કે મતદાન કર્યા વગર તેને સ્થિગત કરી શકાય નહીં. વિપક્ષી સાંસદોએ મેજ થપથપાવીને તેનું સ્વાગત કર્યું.
input : IANS
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે