LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનની વચ્ચે આજે વર્ચ્યુઅલ શીખર મંત્રણા ચાલુ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને ભારત આવવા માટેનું નિમંત્રણ આપ્યું. ઉપરાંત બંન્ને દેશોની વચ્ચે વ્યાપાર સંબંધ વધારવા અંગે પણ ભાર આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધો ખુબ જ મજબુત અને સારા રહ્યા. 

LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનની વચ્ચે આજે વર્ચ્યુઅલ શીખર મંત્રણા ચાલુ થઇ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને ભારત આવવા માટેનું નિમંત્રણ આપ્યું. ઉપરાંત બંન્ને દેશોની વચ્ચે વ્યાપાર સંબંધ વધારવા અંગે પણ ભાર આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા થોડા વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધો ખુબ જ મજબુત અને સારા રહ્યા. 

- વડાપ્રધાન મોદી સાથેની વાતચીતમાં ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન મોરિસને ગુજરાતી ખીચડી ખાવા અંગે ઇચ્છા વ્યક્ત કરી. 
- અમારી સરકારે આ Crisis ને એક Opportunity તરીકે જોવાનો નિર્ણય લીધો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક Reform ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. ખુબ જ ઝડપથી ગ્રાઉન્ડ લેવલ પર તેનાં પરિણામ જોવા મળશે. 
- આ આકરા સમયમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયોનો અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓનાં જે પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે, તેના માટે હું ખાસ રીતે આભારી છું. 
- વૈશ્વિક મહામારીના આ કાળમાં અમારી Comprehensive Strategic Partnership ભુમિકા ખુબ જ મહત્વપુર્ણ રહેશે.
- સ્કોર મોરિસને જી20 માં મોદીની ભાગીદારીનાં વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, બંન્ને દેશોના સંબંધ વધારે મજબુત કરવાનો સમય આવી ચુક્યો છે. સ્કોટે કહ્યું કે, જ્યારે પણ તેઓ ભાર આવશે તો ગુજરાતી ખીચડી ખાશે.
- ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોરે વડાપ્રધાન મોદીનાં નેતૃત્વનાં વખાણ કર્યા અને કોરોના સંકટ દરમિયાન અન્ય દેશોની મદદ માટે પણ તેમને સરાહ્યા હતા. 
- ભારત ઓસ્ટ્રેલિયા સાથે પોતાનાં સંબંધોને વ્યાપક રીતે વધારે ગતિથી આગળ વધારવા માટે પ્રતબદ્ધ છે. આ ન માત્ર આપણા દેશો માટે મહત્વપુર્ણ છે, પરંતુ Indo-Pacific ક્ષેત્ર અને વિશ્વ માટે પણ એટલું જ જરૂરી છે. 
- કઇ રીતે આપણા સંબંધીય ક્ષેત્ર માટે અને વિશ્વ માટે ‘factor of stability’ બને, કઇ રીતે આપણે મળીને global good માટે કામ કરી શકીએ, આ પાસાઓ અંગે વિચાર કરવાની જરૂર છે. 
- મારુ માનવું છે કે, ભારત ઓસ્ટ્રેલિયાના સંબંધોને વધારે સશક્ત કરવા માટે આ યોગ્ય સમય છે. યોગ્ય તક છે. આપણી મિત્રતાને વધારે મજબુત બનાવવા માટે આપણી પાસે અસીમ સંભાવનાઓ છે. 
- ભારત ઓસ્ટ્રેલિયા સંબંધ વિસ્તૃત હોવાની સાથે સાથે ઉંડા પણ છે. આ ગાઢ સંબંધો shared values, shared interests, shared geography અને shared objectives ના કારણે છે. 
- આપણી આજની મુલાકાત તમારી ભારત યાત્રાનું સ્થાન નથી લઇ શકતી. મિત્રતાનાં સંબંધે મારો તમને આગ્રહ છે કે, સ્થિતી સુધર્યા બાદ તમે શીઘ્ર સપરિવાર ભારત યાત્રાનું આયોજન કરો અમારો આતિથ્યનો સ્વિકાર કરો.
- આ વૈશ્વિમ મહામારી વિશ્વનાં દરેક પ્રકારનાી વ્યવસ્થઆને પ્રભાવિત કરી છે. આપણા સમિટનું આ ડિજિટલ સ્વરૂપ તેનું જ ઉદાહરણ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વૈશ્વિક મહામારીના આ કાળમાં આપણી  Comprehensive Strategic Partnership ની ભુમિકા વધારે મહત્વપુર્ણ રહેશે. વિશ્વ આ મહામારીનાં આર્થિક અને સામાજિક દુષ્પ્રભાવોથી બહાર આવવા માટે એક coordinated અને collaborative approach ની જરૂર છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકારો કોરોના સંકટને એક મોકાની જેમ જોવાનો નિર્ણય લીધો છે. ભારતમાં લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક રિફોર્મની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી ચુકી છે. ખુબ જ ઝડપથી ગ્રાઉન્ડ લેવલ પર તેના પરિણામો પણ જોવા મળશે. વર્ચ્યુઅલ સમિટ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયા સંબંધો ખુબ જ નજીકનાં રહ્યા છે. જીવંત લોકશાહી તરીકે રાષ્ટ્રમંડળથી માંડીને ક્રિકેટ અને ભોજન સુધી ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો ખુબ જ મજબુત રહ્યા છે અને ભવિષ્ય પણ ઉજ્વળ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news