Maharashtra સરકારમાં નવી ફૂટ? CM ઠાકરે લૉકડાઉન લગાવવા તૈયાર, NCPએ કર્યો વિરોધ

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે. 

Maharashtra સરકારમાં નવી ફૂટ? CM ઠાકરે લૉકડાઉન લગાવવા તૈયાર, NCPએ કર્યો વિરોધ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Corona Virus) ને કારણે સ્થિતિ ખુબ ગંભીર છે. કોરોના ટાસ્ક ફોર્સે કોરોનાને કાબુમાં લેવા માટે લૉકડાઉનની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. પરંતુ ઉદ્ધવના આદેશ પર સરકારની સહયોગી એનસીપી સહમત નથી. મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા લૉકડાઉનના મામલામાં ઉદ્ધવ કરતા અલગ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, અમે લૉકડાઉન અફોર્ડ કરી શકીએ તેમ નથી. 

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યુ કે, અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું કહ્યુ છે. કોરોનાના વધતા કેસના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે, પરંતુ તેનો અર્થ તે નથી કે લૉકડાઉન ફરજીયાત છે. જો લોકો નિયમોનું પાલન કરે છે તો પછી તેનાથી બચી શકાય છે. 

— ANI (@ANI) March 29, 2021

મહત્વનું છે કે મુખ્યમંત્રી  ઠાકરેએ રવિવારે એવી યોજના તૈયાર કરવાના નિર્દેશ આપ્યા, જેથી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછી પ્રભાવિત થાય. સીએમની સાથે બેઠક બાદ રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ ડો પ્રદીપ વ્યાસે કહ્યુ કે, આવનારા દિવસોમાં બેડની સંખ્યા, ઓક્સિજનની પૂર્વી અને વેન્ટિલેટર પર ભારે દબાવ હશે અને જો કેસ વધતા રહેશે તો તેની કમીનો સામનો કરવો પડી શકે છે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલાથી કહેવામાં આવ્યુ કે, લૉકડાઉનની જાહેરાત થવા પર લોકોની વચ્ચે કોઈ પ્રકારની અસમંજસની સ્થિતિ ન હોવી જોઈએ. 

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. એક દિવસ પહેલા 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં આજે 31643 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 102 લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસ વધીને 27,45,518 થઈ ગયા છે. અત્યાર સુધી 23,53,307 લોકો સાજા થયા છે.

મુંબઈ, પુણે, નાગપુર સહિત ઘણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુક્યો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગૂ રહેશે, જ્યારે ઔરંગાબાદમાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી લૉકડાઉન લાગૂ રહેશે. લૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news