BJP બાદ હવે અખિલેશનો મંદિર રાગ: જો જીતીશું તો બનશે ભવ્ય વિષ્ણુ મંદિર
સપા પ્રમુખ અખિલેશ યાદવે ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી છે
Trending Photos
નવી દિલ્હી : આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા ભાજપના રામ મંદિરના રાગ બાદ હવે સમાજવાદી પાર્ટીના મુખ્ય નેતા અખિલેશ યાદવે ભગવાન વિષ્ણુનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી દીધી છે. ઉત્તરપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે બુધવારે કહ્યું કે, ભગવાન વિષ્ણુનું નગર વિકસિત કરવામાં આવશે. જેમાં ભવ્ય મંદિર હશે અને તે મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદીરની જેમ જ હશે.
અંગકોરવાટ જેવું મંદિર
અખિલેશે એજન્સી ભાષાથી કહ્યું કે, અમે ઇટાવાની લોયન સફારીથી આશરે ભગવાન વિષ્ણુના નામ પર 2000 એકરથી વધારે જમીન પર નગર વિકસિત કરશે. અમારી પાસે ચંબલના બીહડોમાં ઘણી જમીન છે. નગરમાં ભગવાન વિષ્ણુનુ ભવ્ય મંદિર હશે. આ મંદિર કંબોડિયાના અંગકોરવાટ મંદિરની જેવું જ હશે.
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરીથી રામ મંદિરનો મુદ્દો છેડ્યો છે. મોર્યએ સંકેત આફ્યો હતો કે સંસદ દ્વારા કાયદો બનાવીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. જો કે આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
રામ મંદિર મુદ્દે પર સીધો જવાબ આપવાનું ટાળતા અખિલેશ વચન આપ્યું કે, જો તે સત્તામાં આવે તો ભગવાન વિષ્ણુનું એક નગર નિશ્ચિત રીતે વિકસિત કરવામાં આવશે. તેણે કહ્યું કે, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ બંન્ને વિષ્ણુનો જ અવતાર છે. અધ્યયન માટે વિશેષજ્ઞોની ટીમ કંબોડિયા મોકલવામાં આવશે.
ભાજપે પોતાના વચનો નથી પાળ્યા
ભાજપ પર નિશાન સાધતા અખિલેશે તેને કાવત્રાખોરોની પાર્ટી ગણાવી હતી. જે જમીની સ્તર પર કંઇ જ નથી કરતી અને મત માટે જનતાને બેવકુફ બનાવે છે. અખિલેશ યૂપીમાં ચૂંટણી હરાવ્યા બાદ ઘણી વાર પહેલા પણ કહી ચુક્યા છે કે ભાજપે જનતાને ગાય અને ગોબરના નામે બેવકુફ બનાવીને તેનો મત્ત પ્રાપ્ત કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે