પીએમ મોદીના રામ મંદિર ભૂમિ પૂજનના પ્લાન પર ઓવૈસી ભડક્યા, કહ્યું- બંધારણના શપથનું ઉલ્લંઘન


પીએમ નરેન્દ્ર મોદીના રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થવા પર અસદુદ્દીન ઓવૈસીએ હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, આ બંધારણના શપથનું ઉલ્લંઘન છે. 


 

પીએમ મોદીના રામ મંદિર ભૂમિ પૂજનના પ્લાન પર ઓવૈસી ભડક્યા, કહ્યું- બંધારણના શપથનું ઉલ્લંઘન

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીનું રામ મંદિર ભૂમિ પૂજન (PM Narenda Modi in Ayodhya) માટે જવા પર હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પીએમના મંદિરના શિલાન્યાસમાં જવાને બંધારણના શપથનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પંથનિરપેક્ષતા ભારતના બંધારણનું અભિન્ન અંગ છે અને આ તેનું અપમાન થશે. 

મહત્વનું છે કે પીએમ મોદી 5 ઓગસ્ટે અયોધ્યા જશે. ત્યાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. પ્રધાનમંત્રી જ્યારે 5 ઓગસ્ટે રામ મંદિરની આધારશિલા રાખશે ત્યારબાદ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે. 

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવામાં આવી
ઓવૈસીએ કહ્યુ, આપણે તે ન ભૂલી શકીએ કે 400 વર્ષોથી વધુ સમયથી બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી અને 1992મા ક્રિમિનલ ટોળાએ તેને ધ્વસ્ત કરી દીધી હતી. 

NBT

આ છે પીએમ મોદીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરવાની સાથે તેના નિર્માણનો શુભારંભ કરશે. પીએમનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. તેઓ સવારે 11 કલાકે ત્યાં પહોંચશે અને લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં આશરે 200 ગણમાન્ય લોકો હાજર રહેવાની શક્યતા છે. મહેમાનોની યાદી પીએમઓને સોંપી દેવામાં આવી છે. 

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યુ કે, ભૂમિ પૂજનના દિવસે, 5 ઓગસ્ટે વિશ્વભરમાં ફેલાયેલા રામ ભક્ત અને ભારતના સંત-મહાત્મા જ્યાં છે, ત્યાં પૂજન કરે. તેમણે કહ્યું, બધા શ્રદ્ધાળુ સંભવ હોય તો પરિવારની સાથે અથવા નજીકના કોઈ મંદિરમાં 5 ઓગસ્ટે સવારે 11.30 કલાકથી લઈને બપોરે 12.30 કલાક સુધી ભજન-પૂજા કરે. તેમણે મોટા ઓડિટિરિયમમાં ભૂમિ પૂજનનું લાઇવ ટેલીકાસ્ટ દેખાડવાની પણ અપીલ કરી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news