અમરેલીમાં વરસાદથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું
અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
Trending Photos
કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામે તલનું વાવેતર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. તલનો પાક બળી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.
અમરેલી જિલ્લામાં શરૂઆતથી જ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ સારો થયો છે જેને લઇને ખેડૂતોને ખૂબ જ ખુશી છે વરસાદ સારો થતાં કપાસ મગફળી ચણા નાપાક સારા થયા છે પરંતુ સાવરકુંડલાના રામગઢ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે રામગઢના ૩૦ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું પરંતુ તલ ના પાક માં જીવાત આવી જતા તલના છોડ બળવા લાગે છે છોડ બળી જતા ખેડૂતો તલ ના છોડ પોતાના ખેતરમાંથી ખેંચવા લાગ્યા છે જેને લઇને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
રામગઢ ગામના ખેડૂતોએ ગત વર્ષે તલ ના ભાવ સારા મળતા આ વર્ષે પણ વાવેતર કર્યું હતું રામગઢ ગામના ૩૦થી ૩૫ જેટલા ખેડૂતોએ આશરે ૫૦૦ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી તલના છોડવા બળવા લાગ્યા છે તલના છોડના મૂળમાં ઝીણી ઝીણી જીવાતો થતાં જીવાતો તલ ના મુળિયા ખાઈ જતા તલ ના છોડ બળી ગયા છે. કરના છોડ બળી જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે હવે પોતાના ખેતરમાંથી ખેડૂતો તલના છોડ હટાવીને ડુંગળીનું વાવેતર કરવાની વાત કરી રહ્યા છે.
રામગઢ ગામના ખેડૂત જીગ્નેશભાઈ જણાવી રહ્યા છે કે ગયા વર્ષે તલનો પાક તમને સારો થયો હતો તલ ના ભાવ પણ ગયા વર્ષે તેમને સારા મળ્યા હતા સારા ભાવ મળવાને કારણે આ વર્ષે પણ તેમણે પોતાના ખેતરમાં તલનું વાવેતર કર્યું હતું જિલ્લામાં આ વર્ષે પણ વરસાદ સારો છે અને તલનો પાક પણ સારો થયો હતો પરંતુ કેટલાક દિવસથી તલ ના પાક બળવા લાગ્યો છે.
આ પણ વાંચો:- Corona: રાજકોટમાં નવા 42, અમરેલીમાં 22 કેસ નોંધાયા
વરસાદ સારો થયો હોવા છતાં પણ જગતના તાતને ક્યાંકને ક્યાંક મુશ્કેલી આવી રહી છે સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામ માં ૩૫ જેટલા ખેડૂતોએ તલનું વાવેતર કર્યું હતું પરંતુ તલના છોડના મૂળમાં જે વાત આવી જતા તમામ તલના છોડ બળી ગયા છે ખેડૂતો પોતાના ખેતરમાંથી કંગના છોડવા ખેંચીને ડુંગળીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છે આમ તલના પાક લેતા ખેડૂતો ઉપર નવી આફત આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે