લાહોરમાં બિલાડી પર ગેંગરેપ, હેવાનિયતની તમામ હદ પાર, કિસ્સો વાંચીને ઉકળી જશો

પાકિસ્તાનમાં એક પાલતૂ બિલાડી એક સપ્તાહ સુધી ગેંગરેપનો ભોગ બનતી રહી. આ મામલો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ગયો અને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

લાહોરમાં બિલાડી પર ગેંગરેપ, હેવાનિયતની તમામ હદ પાર, કિસ્સો વાંચીને ઉકળી જશો

લાહોર: જાનવરો સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક વ્યવહાર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે પરંતુ પાકિસ્તાનની એક ઘટનાએ તો આખી દુનિયાને હચમચાવી દીધી. એટલી નિર્દયતાવાળી આ ઘટના છે કે માણસાઈ શરમથી ડૂબી મરે. રૂવાંડા ઊભા કરી નાખે એવી ક્રૂરતા એક બિલાડી સાથે આચરવામાં આવી. આ એક પાલતૂ બિલાડી હતી અને એક સપ્તાહ સુધી ગેંગરેપ (Cat gangraped) નો શિકાર થતી રહી. આ મામલો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ ગયો અને ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 

હેવાનિયતે કરી હદ પાર
મળતી માહિતી મુજબ પાકિસ્તાનના લાહોર શહેરમાં એક પાલતૂ બિલાડી સાથે ભયંકર રીતે દુષ્કર્મ કરવામાં આવ્યું. એક 15 વર્ષના છોકરા અને તેના મિત્રોએ આ જઘન્ય કૃત્ય કર્યું. બિલાડીની હાલત એટલી તે ખરાબ થઈ ગઈ કે તેના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ. 

સોશિયલ મીડિયા પર વાયરલ એક ફેસબુક પોસ્ટમાં કહેવાયું છે કે બિલાડી સાથે હેવાનિયતની તમામ હદ પાર કરી નાખવામાં આવી છે. બિલાડી માટે ન્યાયની માગણી સાથે પાકિસ્તાન પશુઓના અધિકાર સંરક્ષણની એકવાર માગણી ફરીથી શરૂ થઈ ગઈ છે. 

બિલાડીમાં હતું બહોળા પ્રમાણમાં સ્પર્મ
કહેવાય છે કે ગેંગરેપના કારણે બિલાડી ખુબ કણસતી હતી. તેને બેસવા, ચાલવા, ખાવા પીવામાં તકલીફના કારણે બધુ બંધ હતું. જ્યારે આ બિલાડીને ડોક્ટર પાસે લઈ જવામાં આવી તો તેની અંદરથી મોટા પ્રમાણમાં સ્પર્મ, લોહી અને પ્લાસ્ટિકની બેગ નીકળ્યાં. આ બેગનો ઉપયોગ છોકરાઓએ બિલાડી સાથે રેપ માટે કર્યો હતો. 

જુઓ LIVE TV

કહેવાય છે કે ડોક્ટરે બિલાડી સાથે રેપની પુષ્ટિ કરી પરંતુ આ સમગ્ર મામલે પોતાને અલગ રાખીને કઈ પણ લેખિતમાં આપ્યું નહીં. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો દોષિત છોકરાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યાં છે. આ સાથે જ અથિકારીઓને સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન પ્રોગ્રામ ચલાવવાની માગણી કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news