UP: વિકાસ દુબે પછી હવે મુખ્તાર અન્સારી ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી, 5ની ધરપકડ, અનેકની સંપત્તિઓ જપ્ત
Trending Photos
લખનઉ: વિકાસ દુબે (Vikas Dubey) ના એન્કાઉન્ટર બાદ ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ વિરુદ્ધ યોગી સરકારે નિર્ણાયક લડાઈ છેડી છે. આ કડીમાં પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાર અન્સારી (Mukhtar Ansari) ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ છે. મુખ્તાર અન્સારીના અનેક સહયોગીઓની ધરપકડ કરાવામાં આવી છે. મુખ્તારના અનેક નીકટના લોકોની સંપત્તિઓ જપ્ત કરાઈ છે. મુખ્તાર ગેંગના 8 અપરાધીઓ પર ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવ્યો છે. ગેંગના 5 બદમાશ ધરપકડ કરાયા છે. મુખ્તાર અન્સારીના 3 સંબંધીઓના હથિયાર લાઈસન્સ રદ કરાયા છે. મુખ્તાર ગેંગના શૂટર પ્રકાશ મિશ્રા, વૃજેશ સોનકરની સંપત્તિ જપ્ત કરાઈ છે.
યુપી પોલીસે ખોલી મુખ્તાર ગેંગની ફાઈલ
યુપી પોલીસ ગાજીપુર, આઝમગઢ, મઉ, વારાણસી, જૌનપુર, ચંદૌલી અને પૂર્વાંચલના અનેક જિલ્લાઓમાં સક્રિય મુખ્તાર ગેંગને ખતમ કરવામાં લાગી છે. યુપીમાં ગેરકાયદેસર કતલખાના ચલાવતી મુખ્તાર ગેંગના 8 માફિયાઓ પર ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવ્યો છે. 5 ધરપકડ કરાયા અને 3 પર 25000 રૂપિયાનું ઈનામ રખાયું છે. તેમની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે. યુપીના મઉમાં મુખ્તારના ગેરકાયદે વસૂલી ગેંગના 11 સભ્યો પર 25-25 હજારનું ઈનામ જાહેર કરાયું છે અને જલદી ધરપકડના આદેશ અપાયા છે.
યુપીના ગાજીપુરમાં મુખ્તાર ગેંગના 20 સભ્યોના હથિયાર લાઈસન્સ રદ કરાયા છે. ગાજીપુરમાં મુખ્તારના નજીકના નન્હે ખાન પર સરકારી જમીન પર કબ્જો જમાવવાનો કેસ દાખલ કરાયો છે. ગેરકાયદેસર રીતે બંધાયેલો બંધ તોડી પાડવામાં આવ્યો અને બોલેરા કાર જપ્ત કરાઈ છે. જૌનપુરમાં મુખ્તારના નીકટના સાથી અને માછલી માફિયા રવિન્દ્ર નિષાદ અને વી નારાયણ રાવની પોલીસે ધરપકડ કરી છે. 25 કિગ્રા પ્રતિબંધિત મા્છલી માંગુર જપ્ત કરાઈ. તેમની સંપત્તિઓ પણ જપ્ત કરવાની તૈયારીઓ થઈ છે. ગાડીઓ સીઝ કરાઈ છે.
મઉમાં મુખ્તારના નીકટના ભૂમાફિયા વૃજેશ સોનકરની 60 લાખની સંપત્તિ જપ્ત કરાઈ છે. 2019માં ગેંગસ્ટર એક્ટ લગાવવામાં આવ્યો હતો. ગાજીપુરમાં મુખ્તાર અન્સારીના 3 સંબંધીઓના હથિયાર લાઈસન્સ રદ કરાયા છે. વારાણસીમાં મુખ્તાર અંસારીના શાર્પ શૂટર પ્રકાશ મિશ્રાની 58 લાખની સંપત્તિ જપ્ત કરાઈ છે.
જુઓ LIVE TV
વિકાસ દુબે પ્રકરણ બાદ ચોક્કસપણ યુપી પોલીસ સતત અપરાધીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. ઓપરેશન ક્લિન હેઠળ અપરાધ પર લગામ કરવાની તૈયારીઓ જોરમાં છે. આ બધા વચ્ચે હવે મુખ્તાર અન્સારી અને તેના ગુંડા ગેંગની મુશ્કેલીઓ વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે