અમિતાભ બચ્ચન માટે હોસ્પિટલની બહાર ભેગા થઈ રહ્યાં છે ફેન્સ, પોલીસે વધારી સુરક્ષા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થવાના સમાચાર મળ્યા બાદ લોકેએ વિલે પાર્લે સ્થિત હોસ્પિટલની બહાર ભેગા થવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ તેને સતત હટાવવામાં આવી રહ્યાં છે.
Trending Photos
મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષાને કારણે નાણાવટી હોસ્પિટલ અને અમિતાભના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમિતાભ અને અમિતાભ બંન્ને નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંન્ને બંગલાની બહાર પોલીસ દળને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચને કોરોના પોઝિટિવના સમાચાર મળ્યા બાદ લોકોએ વિલે પાર્લે સ્થિત હોસ્પિટલની બહાર એકત્રિત થવાનું શરૂ થયું હતું. પરંતુ તેને હટાવવામાં આવી રહ્યાં છે.
નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા અમિતાભ બચ્ચન
સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટરે કહ્યું, હોસ્પિટલની બહાર લોકોની ભીડ ન થાય તેથી અમે પોલીસ દળની વધુ તૈનાતી કરી દીધી છે. હોસ્પિટલમાં અન્ય પણ કોરોના દર્દી વધુ છે. તેમને પણ મુશ્કેલી ન થવી જોઈએ. અમારા અધિકારી હોસ્પિટલની બહાર છે અને લોકોને હોસ્પિટલની બહાર ભેગા થવા દેવામાં આવતા નથી.
જુહૂ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, અભિનેતાના બંગલાની બહાર વધારાના દળને તૈનાત કરી દેવામાં આવ્યું છે કારણ કે ત્યાં લોકો ભેગા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અમિતાભની ઉંમર 77 વર્ષ છે અને અભિષેકની 44 વર્ષ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે