કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિકનો હુંકાર, પેટાચૂંટણીની 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે

હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ આજે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા. હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, જે સારી રીતે નિભાવીશ. 

કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિકનો હુંકાર, પેટાચૂંટણીની 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે

રક્ષિત પંડ્યા/રાજકોટ :હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ આજે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા. હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, જે સારી રીતે નિભાવીશ. 
ભાજપ સામે લડવાની શક્તિ મેળવવા માટે આજે માતાજીના આશીર્વાદ લીધા છે. 2022 ની ફાઇનલ મેચ પહેલા પેટાચૂંટણી રૂપે ક્વાર્ટર ફાઇનલ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી એ સેમિફાઇનલ છે. સેમિફાઇનલ અને ફાઇનલ બંન્નેમાં જીતશું. પેટાચૂંટણીની 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી કોંગ્રેસ જીતશે. મુખ્ય 5 મુદાઓ ને લઇ ગામડે ગામડે જઇ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.

તો આ ઉપરાંત કહ્યું કે, આરોગ્ય, શિક્ષણ, મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારીના 5 મુખ્ય મુદ્દા સામે અમે અવાજ ઉઠાવીશું. ખેડૂતો અને વિદ્યાર્થીઓના પ્રશ્ને લડત કરવામાં આવશે. 2015 માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જે રીતે કોંગ્રેસ કબજે કરી એ જ રીતે ફરી એક વખત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા ચૂંટણીમાં જંગી બહુમતથી જીતશું. 

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમર, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વશરામ સાગઠીયા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ હાર્દિક પટેલ સાથે ખોડલધામમાં હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news