AAP સાંસદ સંજય સિંહને 3 મહિનાની સજા, કોર્ટે 21 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો

UP News: AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ કોર્ટના આદેશ બાદ પોતાના સમર્થકો સાથે કોર્ટ પરિસરમાંથી બહાર આવ્યા અને કહ્યું કે તેઓ તેમનો કેસ ઉચ્ચ અદાલતમાં રજૂ કરશે.

AAP સાંસદ સંજય સિંહને 3 મહિનાની સજા, કોર્ટે 21 વર્ષ જૂના કેસમાં આપ્યો ચુકાદો

નવી દિલ્હીઃ Sanjay Singh News:  આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહને ઉત્તરપ્રદેની સુલ્તાનપુર કોર્ટે 3 મહિનાની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આપ સાંસદ પર 1500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સંજય સિંહને 21 વર્ષ જૂના કેસમાં આ સજા ફટકારવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ આપ રાજ્યસભા સાંસદ સંજય સિંહ પોતાના સમર્થકો સાથે ન્યાયાલય પરિવરથી બહાર આવ્યા તો તેમણે કહ્યું કે તે ઉપરી અદાલતમાં પોતાનો પક્ષ રાખશે. 

AAP સાંસદને 21 વર્ષ જૂના કેસમાં ફટકારી સજા
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુલ્તાનપુર જિલ્લા ન્યાયાલયે 21 વર્ષ જૂના મામલામાં 3 મહિનાની સજા ફટકારી છે. આપ સાંસદ સંજય સિંહે સુલ્તાનપુર જિલ્લામાં લાઇટકાપથી પરેશાન જનતાની લડાઈ લડતા વર્ષ 2001માં એક ધરણા પ્રદર્શન કર્યું હતું. આ મામલામાં કોર્ટે 3 મહિનાની સજા અને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

AAP સાંસદે ટ્વીટ કરી આપી માહિતી
આપ સાંસદ સંજય સિંહે ટ્વીટ કરી લખ્યુ- 'લાઇટકાપથી પરેશાન જનતા માટે આંદોલન કર્યુ તો 18/6/2001 ના કેસમાં સુલ્તાનપુર કોર્ટથી 3 મહિનાની જેલ અને 1500 રૂપિયાના દંડની સજા થઈ ગઈ. જનહિતની લડાઈ યથાવત રહેશે જે પણ સજા મળે તે મંજૂર છે. આ ચુકાદા વિરુદ્ધ સમક્ષ ન્યાયાલયમાં અપીલ કરવામાં આવશે.'

સંજય સિંહને મળ્યા જામીન
સુલ્તાનપુરની એમપી એમએલએ કોર્ટના ન્યાયાધીશ યોગેશ યાદવે આપ સાંસદને સજા સંભળાવી છે. પરંતુ 3 વર્ષથી ઓછીની સજાની જોગવાઈઓ અનુસાર તેમને જામીન મળ્યા છે. આપ સાંસદ સંજય સિંહે ઉપલી કોર્ટમાં જવાની વાત કહી છે. આ સાથે કોર્ટે આપ સાંસદ સંજય સિંહ સિવાય અનૂપ સંડા (પૂર્વ ધારાસભ્ય સપા), સુભાષ ચૌધરી (પૂર્વ નગર અધ્યક્ષ ભાજપ), કમલ શ્રીવાસ્તવ (પૂર્વ સભાસદ અને વકીલ કોંગ્રેસ), સંતોષ ચૌધરી (પ્રવક્તા કોંગ્રેસ), વિજય સેક્રેટરી (ભાજપ) ને પણ સજા ફટકારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news