ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં

ઈરાન (Iran) ની રાજધાની તહેરાનમાં કોરોના વાયરસ (Corona Virus)ની અસર હેઠળ ફસાયેલા 53 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ 53 સદસ્યોના ગ્રૂપમાં 52 સ્ટુડન્ટ્સ અને 1 ટીચર છે. આ લોકોને એરલાઈન્સના ખાસ વિમાનના માધ્યમથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી આવેલા આ 53 ભારતીયોની ફ્લાઈટ મોડી રાત્રે 3.10 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. 
ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં

ઝી મીડિયા/બ્યૂરો :ઈરાન (Iran) ની રાજધાની તહેરાનમાં કોરોના વાયરસ (Corona Virus)ની અસર હેઠળ ફસાયેલા 53 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ 53 સદસ્યોના ગ્રૂપમાં 52 સ્ટુડન્ટ્સ અને 1 ટીચર છે. આ લોકોને એરલાઈન્સના ખાસ વિમાનના માધ્યમથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી આવેલા આ 53 ભારતીયોની ફ્લાઈટ મોડી રાત્રે 3.10 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. 

ભારતના વિદેશ મંત્રી ડો.જયશંકરે ઈરાનથી 53 ભારતીયોને એરલિફ્ટ કરાયાની માહિતી ટ્વિટ કરીને આપી હતી. વિદેશ મંત્રીએ પોતાની ટ્વિટમાં ભારતીયોનું ચોથુ ગ્રુપ ઈરાનના તહેરાન અને શિરાજથી ભારત પરત પહોંચી ચૂક્યું છે. જેમાં કુલ 53 લોકમાંથી 52 વિદ્યાર્થીઓ છે. અત્યાર સુધી કુલ 389 ભારતીયોને ઈરાનથી પરત લાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રીએ ઈરાનમાં રહેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓના પ્રયાસો માટે આભાર માન્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભારત પરત ફર્યા બાદ આ ભારતીયોને એરપોર્ટ પરથી જ આઈસોલેશન સેન્ટર માટે રવાના કરી દેવાયા હતા. 

યુરોપથી 44 ભારતીય દિલ્હી લવાયા
ઈરાન બાદ સવારે 4.30 કલાકે યુરોપીય દેશોમાં ફસાયેલા ભારતીયોના 44 સદસ્યોનો ગ્રૂપને એમ્સ્ટર્ડેમથી KLM DUTCH એરલાઈન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. એરપોર્ટથી તેઓને કડક સુરક્ષામાં છતરપુર સ્થિત આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news