દિલ્હીમાં બની ખાસ ‘ખીચડી’, સ્વાદ ચાખવા આવશે અમિત શાહ
ઈલેક્શન પહેલા દલિત સમુદાય સાથે જોડાણ મજબૂત કરવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બીજેપીએ રવિવારે દિલ્હીમાં એક ખાસ આયોજન કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હી : ઈલેક્શન પહેલા દલિત સમુદાય સાથે જોડાણ મજબૂત કરવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે બીજેપીએ રવિવારે દિલ્હીમાં એક ખાસ આયોજન કર્યું હતું. બીજેપીએ પોતાની રેલીમાં અંદાજે ત્રણ લાખ દલિત ઘરોમાથી એકઠા કરાયેલ ચોખા અને દાળમાંથી 5000 કિલો ખીચડી બનાવી રહી છે. રામલીલા મેદાનમાં ભીમ મહાસંગમ રેલીમાં સમરસતા ખીચડી બનાવવામાં આવી રહી છે. દિલ્હી બીજેપી અનુસૂચિત જાતિ મોરચો ખીચડી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવનાર સામાન એકઠો કર્યો હતો. રેલીને પાર્ટી પ્રમુખ અમિત શાહ સંબોધિત કરશે.
દિલ્હી બીજેપી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ મોહનલાલ ગિહારાએ કહ્યું કે, અમે અત્યાર સુધી બે લાખ દલિત પરિવારોને કવર કર્યાં છે અને આગામી દિવસોમાં અંદાજે ત્રણ લાખ ઘરોમાં 90 ટકા સુધી પહોંચવાની આશા છે. સાખે જ આ કામને વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધવા માટે ગિનીસ બૂક વર્લ્ડ રેકોર્ડનો પણ સંપર્ક કર્યો છે.
હાલનો વર્લ્ડ રેકોર્ડ 918.8 કિલો ખીચડી બનાવવાનો છે. નવેમ્બર 2017માં દિલ્હીમાં આયોજિત વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ફેસ્ટિવલમાં ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય અને ફેમસ શેફ સંજીવ કપૂરના નેતૃત્વમાં આ રેકોર્ડ બનાવ્યો છે.
ગિહારાએ કહ્યું કે, નાગપુરના શેફ વિષ્ણુ મનોહર અને તેમની ટીમે રેલીમાં સમરતા ખીચડી બનાવવા માટે આમંત્રિત કર્યા છે. આ રેલીમાં 50,000 લોકોના આવવાની શક્યતા છે. મનોહર અને તેમની ટીમે એક વાસણમાં 3000 કિલો ખીચડી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગિહારાએ જણાવ્યું કે, ખાસ કરીને વાસણનો વ્યાસ 20 ફૂટ છે અને તેની ઊંડાણી 6 ફૂટ છે. તેમાં ચોખા, દાળ, મીઠું અને પાણી નાખીને 3000 કિલો ખીચડી બનાવવામાં આવશે. બીજેપી પ્રમુખ અમિત શાહની રેલીને સંબોધિત કરવાના છે. પાર્ટી દ્વારા દિલ્હીમાં દલિય સમુદાયમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે