રેલમંત્રીની ઓફરઃ ટ્રેનમાં મફત મળશે જમવાનું, પણ આ શરતે
હવે કાર્ડના માધ્યમથી ટ્રેનમાં પેમેન્ટ કરી શકાશે. કેટરિંગ સ્ટાફને ખૂબ જલ્દી Pos મશીનો ઉપલબ્ધ કરાવી શકાશે.
Trending Photos
નવી દિલ્હીઃ નવા વર્ષમાં ભારતીય રેલમાં ઘણા ફેરફાર થવાના છે. ગત સપ્તાહે રેવલે અધિકારીઓ સાથેની બેઠકમાં રેલવે પ્રધાન પીયૂષ ગોયેલે કહ્યું કે, Tips આપવાની કોઈ જરૂર નથી. આ સાથે જો જમવાનું બિલ ન આપવામાં આવે તો પૈસા આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, માર્ચ સુધી તમામ ટ્રેનોમાં જમવાના ભાવનું લિસ્ટ આપવામાં આવશે.
આ સિવાય હવે રેલવેમાં કેટરિંગ સ્ટાફને POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન પણ આપવામાં આવશે, જેની મદદથી પેસેન્જરો કાર્ડના માધ્યમથી સ્વાઇપ કરીને પેમેન્ટ કરી શકે છે. આ કામ 31 માર્ચ સુધી પૂરૂ કરવામાં આવશે. તેણે કહ્યું કે, આ મહિનાના અંત સુધી એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. જેના પર સુરક્ષા સિવાય કોઈપણ પ્રકારની ફરિયાદ કરી શકાશે.
મહત્વનું છે કે, યાત્રિકોની હંમેશા ફરિયાદ રહી છે કે, તેને જમવાના વધારે પૈસા આપવા પડે છે. તે સિવાય જમવાની ગુણવતા અને ક્વોન્ટિટીને લઈને પણ ફરિયાદ રહે છે. રેલ મંત્રીએ યાત્રિકોની દરેક ફરિયાદને ધ્યાનમાં રાખતા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ નંબર પર કેટરિંગ, સાફ-સફાઇ સહિત સુરક્ષા છોડીને અન્ય કોઈપણ ફરિયાદ નોંધાવી શકાશે.
હવે રેલવેની તમામ વિકાસ પરિયોજનાઓની ટ્રેકિંગ ઓનલાઇન કરી શકાશે. તેને લઈને રેલવે પ્રધાને સૂચના આપી છે. પીયૂષ ગોયલે કહ્યું કે, કોઈપણ પ્રોજેક્ટની સ્થિતિ શું છે, તેના વિશે પણ જાણકારી મેળવી શકાશે. તેથી વિકાસ પરિયોજનાઓને લઈને તમામ જાણકારી ઓનલાઇન ઉપલબ્ધ થશે. વર્તમાનમાં રેલવે બોર્ડના સભ્ય પોતાના સ્તર પર યોજનાનું ઓનલાઇન માહિતી મેળવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે