વિદેશમાં 403 ભારતીય છાત્રોનાં મોત : કેનેડામાં સૌથી વધારે જોખમ, દીકરા કે દીકરીને સાચવો
Indian Students Died In Abroad : વિદેશોમાં કુલ ૪૦૩ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કરેલા ડેટા મુજબ કુલ ૩૪ દેશો પૈકી છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાં સૌથી વધુ ૯૧ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા
Trending Photos
Canada News : ગુજરાતીઓ પોતાના લાડકવાયાને કોઈ પણ ભોગે વિદેશમાં મોકલવા માટે તૈયાર થઈ જાય છે. રૂપિયા હોય કે ના હોય જમીન વેચીને કે ઉછીના વ્યાજે લઈને પણ તક મળે તો ઘરમાં એક રૂપિયા ના હોય પણ 40થી 50 લાખ રૂપિયાનો જુગાડ કરી લેશે. હાલમાં વિદેશ જવાનો ગુજરાતીઓમાં ક્રેઝ વધ્યો છે પણ સાવચેત રહો વિદેશમાં ભારતીય છાત્રોના મોતનો આંક પણ વધી રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ ગુજરાતના પાટણના એક યુવકની લાશ બ્રિટનની નદીમાંથી મળી હતી. ૨૦૧૮થી અત્યાર સુધીમાં કુદરતી કારણો અને અકસ્માતો સહિત વિવિધ કારણોસર વિદેશોમાં કુલ ૪૦૩ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કરેલા ડેટા મુજબ કુલ ૩૪ દેશો પૈકી છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાં સૌથી વધુ ૯૧ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હતા.
સરકાર ભલે મસમોટી વાતો કરે પણ વિદેશમાં બે નંબરથી વિદેશ જવાની ઘેલછા પણ આ કારણ છે. હવે બ્રિટન અને કેનેડાએ તો નવા નિયમો લાદી દીધા છે. અમેરિકામાં તો પહેલેથી જ કડક નિયમો છે. વિદેશોમાં ભણતા ભારતીય સ્ટુડન્ટ્સની સલામતી અને સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા મુરલીધરને વ્યક્તિગત કેસો તરફ ધ્યાન આપવાનું અને ભવિષ્યમાં અનિચ્છનીય બનાવો રોકવાનું વચન આપ્યું હતું. તેમણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે ભારતીય મિશનના વડાઓએ તથા કોલેજ-યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓએ ભારતીય સ્ટુડન્ટ્સની નિયમિતપણે મુલાકાત લેતા રહેવું જોઈએ.
પાંચ વર્ષમાં ભારતીય સ્ટુડન્ટનાં મોત
કેનેડા 91
બ્રિટન 48
રશિયા 40
અમેરિકા 36
ઓસ્ટ્રેલિયા 35
યુક્રેન 21
જર્મની 20
સાયપ્રસ 14
ઇટાલી 10
ફિલિપાઇન્સ 10
તમારો લાકડવાયો ઘરમાંથી નીકળીને ક્યારેય પાછો આવશે કે નહીં એ ખબર ન હોવા છતાં વાલીઓ આંધળો વિશ્વાસ મૂકીને એજન્ટના હાથમાં તેમનું ભવિષ્ય મૂકે છે. ગેરકાયદે જનારા 10થી 12 મહિને પહોંચે છે ત્યાં સુધી એજન્ટોના જ ભરોસે રહે છે. સરકાર આ બાબતે સક્રિય છે. વિદેશોમાં ભારતીય સ્ટુડન્ટ્સની સલામતી ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકી એક છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં યોગ્ય તપાસ અને ગુનેગારોને સજાની ખાતરી કરવા માટે જે-તે દેશના સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.
કેનેડાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે નાણાકીય ક્રાઈટેરિયાની રકમ બમણી કરી છે. કેનેડાનાં ઈમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે કહ્યું હતું કે, વિદેશમાં રહેતા જે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે પરમિટ મેળવવા અરજી કરવા માંગતા હોય તેમનાં માટે નાણાકીય યોગ્યતામાં નોંધપાત્ર વધારો કરાયો છે. સંભવિત વિદ્યાર્થીઓ માટે નાણાકીય જરૂરિયાત પહેલા મહત્તમ ૧૦,૦૦૦ ડોલર હતી તે બમણી કરીને હવે ૨૦.૬૩૫ ડોલર કરવામાં આવી છે.
કેનેડામાં ભણવા જતાં વિદ્યાર્થીઓએ પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી આજીવિકા ખર્ચની નાણાંકીય જરૂરિયાત પેટે દસ હજાર કેનેડિયન ડોલરને બદલે બમણાં એટલે કે ૨૦,૬૩૫ ડોલર બતાવવા પડશે તેમ ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે જાહેર કર્યું હતું. કેનેડાની સરકારના આ પગલાંથી ભારતમાંથી કેનેડા ભણવા જતાં વિદ્યાર્થીઓએ વધારે નાણાંની જોગવાઇ કરવી પડશે. કેનેડામાં ૨૦૨૨માં સૌથી વધારે ૩,૧૯,૦૦૦ ભારતીય સ્ટુડન્ટ સ્ટડી પરમીટ હોલ્ડર્સ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે