T20 World Cup 2024: 5 પોઈન્ટમાં સમજો કે કેવી રીતે ભારત T-20 વર્લ્ડ કપ જીતી શકે છે, બસ કરવા પડશે આ કામ
ટી20 ક્રિકેટની સતત વધતી લોકપ્રિયતા વચ્ચે ભારતની પાસે સૌથી આકર્ષક અને સૌથી વધુ જોવાતી લીગ છે. તેમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય ટીમ તે પ્રકારની સફળતા હાસિલ કરી શકી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ જ્યારે આગામી ટી20 વિશ્વકપ માટે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ જશે તો તેની નજર ભારત માટે આઈસીસી ટ્રોફીના દુષ્કાળનો અંત કરવા પર હશે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પૈસા અને પ્રતિભાની કોઈ કમી નથી અને તે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોને આકર્ષિત કરે છે. ભારતીય ટીમ આઈપીએલ શરૂ થયા બાદ ટી20 વિશ્વકપ જીતવામાં સફળ થઈ નથી. વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટી20 વિશ્વકપનું ટાઈટલ જીત્યા બાદ ભારતીય માત્ર એકવાર 2014માં ફાઈનલમાં પહોંચી શકી અને ત્યાં તેણે શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ અમે વાત કરી રહ્યાં છીએ તે પાંચ વસ્તુની જે ભારતને વિશ્વ વિજેતા બનાવી શકે છે.
આક્રમક શરૂઆત કરવી પડશે
ભારતીય ટીમે જો વિશ્વકપ જીતવો હોય તો આક્રમક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવું પડશે. તેણે ઈનિંગની શરૂઆતથી જ ઝડપી રન બનાવવા પડશે. ખાસ કરીને પાવરપ્લેમાં વધુ રન બનાવવા પડશે જેથી સામેવાળી ટીમ દબાવમાં આવે. સારી શરૂઆતથી ટીમ ઈન્ડિયા સારો ટાર્ગેટ ટૂર્નામેન્ટમાં સેટ કરી શકે છે અને મેચ જીતી શકે છે.
નવા બોલથી વિકેટ
જે રીતે ભારતે બેટિંગ કરતા શરૂઆતી ઓવરમાં વધુ રન બનાવવા પડશે. તે રીતે બોલિંગની શરૂઆતમાં નવા બોલથી વિકેટ લેવી પડશે, જેથી વિરોધી ટીમ સેટ ન થઈ શકે.
મિડલ ઓર્ડરમાં સૂર્યા-પંત પર વિશ્વાસ
ભારતનો સ્ટાર અને વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ ટીમ માટે આગામી ટી20 વિશ્વકપમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સૂર્યાનું બેટ ટી20 ક્રિકેટમાં ખુબ ધમાલ મચાવે છે. તેની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય બાદ વાપસી કરી રહેલ રિષભ પંત પણ તોફાન મચાવી શકે છે. મિડલ ઓર્ડરમાં આ લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન ભારત માટે મહત્વનું યોગદાન આપી શકે છે.
કોહલી-રોહિત પાસે ઓપનિંગ કરાવવી
કોહલી જો રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરે છે તો મધ્ય ક્રમમાં વધારાના એક બેટરને રમાડી શકાય છે. તેવામાં શિવમ દુબેને જગ્યા મળી શકે છે, જેણે આઈપીએલમાં 162.29ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. દુબે બોલિંગ પણ કરી શકે છે.
જસપ્રીત બુમરાહ સહિત સ્પિનરોએ કરવું પડશે કામ
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ આક્રમણની આગેવાની કરશે, જેમાં ડાબા હાથના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત ચાર સ્પિનરોને જગ્યા મળી છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ રિસ્ટ સ્પિનર છે. બુમરાહની સાથે સ્પિનર્સ પર ઘણો દારોમદાર હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે