લગ્નની સીઝન પહેલાં આવ્યા સારા સમાચાર, ત્રણ દિવસમાં 2256 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું

Gold price : છેલ્લા ત્રણ સત્ર દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 74367 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટી 72111 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ રીતે ત્રણ દિવસમાં સોનું 2256 રૂપિયા સસ્તું થઈ ગયું છે. 

લગ્નની સીઝન પહેલાં આવ્યા સારા સમાચાર, ત્રણ દિવસમાં 2256 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું

Gold price : લગ્નની સીઝનમાં સોનાની ખરીદીની યોજના બનાવી રહ્યાં છો તો તમારા માટે રાહતના સમાચાર છે. હકીકતમાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યા બાદ સોનાની કિંમતમાં ફરી ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ સત્ર દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ગોલ્ડની કિંમત 74367 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટી 72111 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. આ રીતે ત્રણ દિવસમાં સોનું 2256 રૂપિયા સસ્તું થઈ ગયું છે.

ગુરૂવારના સત્રમાં ગોલ્ડની હાજર કિંમત 2354.95 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી ગઈ, જે 71 ડોલર કે 3 ટકાનો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે સોમવારે તે 2450ના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયું હતું. આ દ્રષ્ટિએ સોનામાં 3.9 ટકાનો સુધાર આવ્યો છે. 

દિલ્હી સોની બજારમાં શું છે સોનાની કિંમત
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સોની બજારમાં ગુરૂવારે સોનું 1050 રૂપિયાના ઘટાડા સાથે 73550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પાછલા કારોબારી સત્રમાં 74600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદી 2500 રૂપિયા ઘટી 92600 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ છે. પાછલા કારોબારી સત્રમાં તે 95100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

શું કહે છે એક્સપર્ટ
HDFC સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, ફેડરલ રિઝર્વની મીટિંગની મિનિટોમાં આક્રમક વલણ દર્શાવ્યા બાદ સોનામાં તીવ્ર ઘટાડો થયો હતો. વિગતો દર્શાવે છે કે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓ વ્યાજદરમાં ઘટાડો કરવાની કોઈ ઉતાવળમાં નથી. નોંધનીય છે કે ફેડરલ રિઝર્વે બુધવારે 30 એપ્રિલથી 1 મે 2024 સુધી આયોજીત ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકે મિનિટ્સ જારી કર્યાં.

સમિતિની પ્રત્યેક નિયમિત કરૂપથી નક્કી બેઠકની મિનિટ્સ સામાન્ય રીતે નીતિ નિર્ણયના દિવસના ત્રણ સપ્તાહ બાદ પ્રકાશિત કરવામાં આવે છે. બીજી તરફ, યુકે ફુગાવો બુધવારે 2.3% ના અપેક્ષિત- કરતાં વધુ મજબૂત વાર્ષિક દરે આવ્યો હતો, જેણે બજારને જૂનમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા દરમાં ઘટાડો કરવાની શક્યતાને ઘટાડવાનું પ્રોત્સાહન આપ્યું હતું. 

સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. જેને લાભ રિટેલ ગ્રાહકોને સીધો મળી શકે છે. શુક્રવારે પણ મેટલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. ભારતીય વાયદા બજારમાં સોનું રૂ.200 જેટલું ઘટ્યું હતું. સવારે 10 વાગ્યાની આસપાસ તે રૂ. 100થી વધુના ઘટાડા સાથે રૂ.71,466ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે તે 71,577 પર બંધ રહ્યો હતો.

સોનું કેટલું ઘટ્યું?
જો આપણે આ સમગ્ર સપ્તાહના ઘટાડાને જોઈએ તો, એમસીએક્સ પર સોનું 74,300ના રેકોર્ડ હાઈથી રૂ. 2800થી વધુ ઘટ્યું છે. જોકે આજે ચાંદીમાં તેજી જોવા મળી હતી. ચાંદી રૂ.400થી વધુ રૂ.90,888ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. છેલ્લા વેપારમાં તે 90,437 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં નબળું પડ્યું સોનું-
વૈશ્વિક બજારોમાં ગુરુવારે સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું હતું. આ વર્ષે અત્યાર સુધીમાં યુએસ સ્પોટ ગોલ્ડમાં 14 ટકાનો વધારો થયો છે અને તે $2,449.89ની વિક્રમી ટોચે પહોંચ્યો છે. પરંતુ યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે અને વધારાના ડરને કારણે આ સપ્તાહે સોનામાં સતત ઘટાડો નોંધાયો છે. ગુરુવારે સ્પોટ ગોલ્ડમાં 2.1 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને $2,328.61 પ્રતિ ઔંસ થઈ ગયો હતો.

બુલિયન માર્કેટમાં મોટો ઘટાડો-
દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જારી રહ્યો હતો. વૈશ્વિક સ્તરે કીમતી ધાતુઓના ભાવમાં ઘટાડાની વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 1,050 ઘટીને રૂ. 73,550 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સમાં આક્રમક વલણ જોવા મળતાં સોનામાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 74,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સાથે ચાંદીનો ભાવ પણ રૂ. 2,500 ઘટીને રૂ. 92,600 પ્રતિ કિલો બંધ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 95,100 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news