1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિ

Suhana Khan Net Worth: શાહરૂખ ખાનની લાડલી દીકરી સુહાના ખાન (Suhana Khan) 24 વર્ષની ઉંમરના નામના મેળવી ચુકી છે. પ્રથમ ફિલ્મ 'ધ આર્ચીઝ' થી સુનાના અભિનેત્રી બની અને ત્યારબાદ ઘણી બ્રાન્ડની એમ્બેસેડર બની ગઈ છે. સુહાનાએ પોતાની ડેબ્યૂ ફિલ્મની જાહેરાતથી લઈને અભિનેત્રી બનવાની સફર અને હવે કરોડોની માલિકન બનવાની યાત્રા થોડા સમયમાં પૂરી કરી લીધી છે. 
 

એકમાત્ર બહેન

1/5
image

આર્યન ખાન અને અબરામની બહેન સુહાના ખાનનો ચાર્જ જોવા લાયક છે. તે ન માત્ર માતા-પિતાની લાડલી છે પરંતુ તેના બંને ભાઈઓની લાડલી બહેન પણ છે.

પ્રથમ ફિલ્મ

2/5
image

The Archies ફિલ્મમાં સુહાના સિવાય ઘણા સિતારા હતા. તેમાં અમિતાભ બચ્ચનની ભાણી અગસ્ત્ય નંદા સિવાય બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર પણ હતી.

 

 

બે બ્યૂટી પ્રોડક્ટ્સની એમ્બેસેડર

3/5
image

બોલીવુડમાં પગ મુકનારી સુહાના ખાન બે બ્રાન્ડ્સની એમ્બેસેડર પણ છે. એક બ્યૂટી પ્રોડક્ટ્સ મેબિલિન છે જેની એમ્બેસેડર સુહાના છે. તો બીજી બ્રાન્ડ લક્સ છે. ખાસ વાત છે કે લક્સ બ્રાન્ડના એમ્બેસેડર તેના પિતા એટલે કે કિંગ ખાન પણ રહી ચૂક્યા છે. 

મોટી રકમ

4/5
image

આ બ્યૂટી પ્રોડક્ટ્સથી સુહાના ખાન મોટી કમાણી કરે છે. આ સિવાય અભિનેત્રીએ થોડા સમય પહેલા અલીબાગની પાસે એક જમીન ખરીદી હતી. જેની કિંમત ન્યૂઝ 18માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે આશરે 10 કરોડ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુહાના ખાનનું ન્યૂયોર્કમાં પણ એક ઘર છે.  

13 કરોડ

5/5
image

સુહાના ખાનની પાસે શાનદાર કારોનું કલેક્શન છે. રેન્ઝ રોવર અને લેંબોર્ગિની જેવી કારની માલિકન છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર તેના 5.7 મિલિયન ફોલોઅર્સ છે. જેનાથી અભિનેત્રી સારી કમાણી કરે છે. કોઈમોઈના રિપોર્ટ પ્રમાણે સુહાના ખાનની કુલ નેટવર્થ આશરે 13 કરોડ રૂપિયા છે. વર્કફ્રંટની વાત કરીએ તો સુહાના ખાન શાહરૂખ ખાનની કિંગ ફિલ્મમાં જોવા મળશે.