BMWમાં સેલ્સમેનનું અપહરણ, અધવચ્ચે..., આ રીતે ચેતન ધાનાણીએ કર્યો મોટો કાંડ, ઘટના CCTVમાં કેદ

નિકોલમાં હોમ પ્રોડ્કટ સેલ્સમેન અને માલિક વચ્ચે કંપનીના વાહન બાબતે ઝઘડો થતા માલિક સહિત 6 લોકોએ સેલ્સમેનનું અપહરણ કરી માર મારતા નિકોલ પોલીસે છ લોકોની ધરપકડ કરી.

BMWમાં સેલ્સમેનનું અપહરણ, અધવચ્ચે..., આ રીતે ચેતન ધાનાણીએ કર્યો મોટો કાંડ, ઘટના CCTVમાં કેદ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના નિકોલમાં હોમ પ્રોડ્કટ સેલ્સમેન અને માલિક વચ્ચે કંપનીના વાહન બાબતે ઝઘડો થતા માલિક સહિત 6 લોકોએ સેલ્સમેનનું અપહરણ કરી માર મારતા નિકોલ પોલીસે છ લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદની નિકોલ પોલીસ ની ગીરફત માં ઉભેલા આ છ શખ્સોના નામ છે ચેતન ધાનાણી, અક્ષય ડોબરીયા, ભાવિન માકાણી, દિવ્યાંગ ખાખરીયા, યશ ભટ્ટ અને સંદીપ ભટ્ટ, આ છ આરોપીઓ પર આરોપ છે કે જેમણે સંજય બાલધા નામના સેલ્સમેનનું અપહરણ કરી માર માર્યો છે. 

ગઈ તારીખ 22મીની સાંજે ફરિયાદી સંજય બાલધા હોમપ્રોડ્ર્કસનું દુકાનદારો બે વેચાણ કરી રહ્યા હતા, ત્યારે નિકોલ વિસ્તારમાંથી આ છ શખ્સો એ બળજબરી BMW કારમાં બળજબરી બેસાડી અપહરણ કરીને માર મારી ગાંધીનગર લઇ ગયા હતા અને ત્યારબાદ ફરી અમદાવાદ ઉતારી મૂક્યા હતા ત્યારે સંજય ભાઈ બાલધા અમદાવાદ આવ્યા બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે નિકોલ પોલીસે અપહરણ સહીતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પ્રાથમિક તપાસ શરુ કરી હતી. 

નિકોલ પોલીસ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું એ છ આરોપી પૈકી ચેતન ધાનાણી સુરત ખાતે હોમ પ્રોડક્ટની કંપની ધરાવે છે. જે કંપનીમાં અમદાવાદ ખાતેની ડિસ્ટ્રિબ્યુશન શિપ સંજય બાલધાને આપવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે અણ બનાવ થતા સંજય બાલધાડિસ્ટ્રિબ્યુશન શિપ પરત આપી દેવા માટે કહ્યું હતું. તેના બદલામાં અડધું કામ કંપની ના માલિક ચેતન ધાનાણીએ ગાંધીનગરના સંદીપ ભટ્ટ અને તેના પુત્ર યશ ભટ્ટને આપવા માટે કહ્યું હતું.  

જેને લઇને ઝગડો થયો હતો ત્યારે હોમ પ્રોડક્ટ કંપનીનું એક મહિન્દ્રા જીપ વાહન સંજય બાલધા પાસે હતું. જે પરત લેવા માટે આ છ શખ્સો નિકોલ ખાતે આવ્યા હતા. જેને લઇને ઝગડો થતા આ છ શખ્સોએ સંજય બાલધાનું અપહરણ કયું હતું. જે આખા અપહરણનો બનવા સીસીટીવીમાં પણ કેદ થયો હતો. નિકોલ પોલીસ છ આરોપીઓની ધરપકડ કરીને ધરપકડ કરીને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ bmw કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરુ કઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news