વરસાદનાં કારણે બેહાલ થયું સમગ્ર મહારાષ્ટ્ર, નવી મુંબઇમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઇ

મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજથી થઇ રહેલા વરસાદના કારણે બેહાલ બન્યા છે. અનેક વિસ્તારોમાં આ વરસાદનાં કારણે સ્થિતી બદથી બદતર થઇ ગઇ છે. મુંબઇ એકવાર ફરીથી વરસાદના કારણે બેહાલ છે. હવામાન વિભાગ દ્વારા રવિવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ શરેરમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 2 લોકોનાં મોત થઇ ચુક્યા છે, ત્રણ ગુમ છે અને એક વ્યક્તિનાં ઘાયલ થયા હોવાની માહિતી છે.
વરસાદનાં કારણે બેહાલ થયું સમગ્ર મહારાષ્ટ્ર, નવી મુંબઇમાં ચાર વિદ્યાર્થીનીઓ તણાઇ

મુંબઇ : મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજથી થઇ રહેલા વરસાદના કારણે બેહાલ બન્યા છે. અનેક વિસ્તારોમાં આ વરસાદનાં કારણે સ્થિતી બદથી બદતર થઇ ગઇ છે. મુંબઇ એકવાર ફરીથી વરસાદના કારણે બેહાલ છે. હવામાન વિભાગ દ્વારા રવિવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ શરેરમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 2 લોકોનાં મોત થઇ ચુક્યા છે, ત્રણ ગુમ છે અને એક વ્યક્તિનાં ઘાયલ થયા હોવાની માહિતી છે.

દિલ્હી: ભાજપના સાંસદો માટે સંસદના લાઈબ્રેરી ભવનમાં ટ્રેનિંગ પ્રોગ્રામ 'અભ્યાસ વર્ગ'નું આયોજન 
રસ્તાઓ નદી બન્યા
આ ઉપરાંત  નવી મુંબઇની ડ્રાઇવિંગ રેજની નજીક ચાર યુવતીઓ ઝરણામાં વહી ગઇ. બીજી તરફ મુંબઇ અને આસપાસનાં વિસ્તારમાં માર્ગો પર પાણી જ પાણી છે અને શહેરની સ્પીડ પર બ્રેક લાગી ચુકી છે. નવી મુંબઇનાં ખારઘરમાં પિકનિક માટે ગયેલા ચાર લોકોનાં ડુબવાની માહિતી મળી છે. ચાર લોકોએ પાણીમાં ડુબ્યા અંગેની માહિતી મળતાની સાથે જ ઘટના સ્થફ પર પહોંચી ચુકેલી ફાયર બ્રિગેડની ગાડીએ રેસક્યું ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશનમાં એક યુવતીનું શબ મળી આવ્યું છે. જો કે 3 શબોની માહિતી હજી સુધી મળી શકી નથી. 

છત્તીસગઢ: અથડામણમાં 7 નક્સલીઓનો ખાતમો, AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યાં
રસ્તામાં જ અટકી ગઇ ટ્રેન
ભારે પુરની સ્થીતી અને જળમાં વધારાને કારણે ઉપનગરીય સેવાઓ કુર્લા-સાયન અપ અને ડીએન ફાસ્ટ લાઇનો વચ્ચે અને કુર્લા ચૂનાભટ્ટી અપ અને ડીએન બંગર લાઇનો વચ્ચે નિલંબીત છે. રસ્તા વચ્ચે જ લોકલ ટ્રેન રોકાઇ જવાનાં કારણે લોકોને બીજા સ્ટેશન સુધી પગપાળા જવું પડ્યું હતું.

અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફરી રહ્યાં છે શ્રદ્ધાળુઓ
મંદિર જળમગ્ન થયું
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ગોદાવરી નદી બેકાંઠે વહી રહી છે. ગંગાપુર બંધથી 11358 ક્યુસેક પાણી છોડી જવાનાં કારણે નદી જેવી સ્થિતી પેદા થઇ ચુકી છે. રામકુંડમાં નદીનું પાણી એટલું ઉપર વધી ગયું છે કે મંદિર પાણીમાં ડુબી ચુક્યું છે. સાથે જ નદી કિનારે રહેલી અનેક દુકાનો પણ જળમગ્ન થઇ ચુકી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news