વાપરો છો Hondaનું Activa? તો આ સમાચાર છે ખાસ 

આ વ્હીકલની એક મોટી કમી સામે આવી છે

વાપરો છો Hondaનું Activa? તો આ સમાચાર છે ખાસ 

નવી દિલ્હી : દિગ્ગજ ટુ વ્હીલર નિર્માતા કંપની હોન્ડા મોટર્સ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI)એ પોતાના 50 હજારથી પણ વધારે  ટુ વ્હીલર રિકોલ કરી લીધા છે. આ વાહનોમાં ફ્રન્ટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી છે. આ ખામીને કંપની જ ઠીક કરી આપશે. કંપની તરફથી જે ટુ વ્હીલરને રિકોલ કરવામાં આવ્યા છે એમાં સ્કૂટર એક્ટિવા 125 (Activa 125-Disc), એવિએટર (Disc) અને ગ્રેજિયા (Disc) સિવાય સીબી શાઇન (સેલ્ફ એન્ડ ડિસ્ક) પણ શામેલ છે. 

આ ખામીયુક્ત હોન્ડા ટુ વ્હીલર્સને 4 ફેબ્રુઆરીથી 3 જુલાઈ, 2019 વચ્ચે તૈયાર કરવામાં આવ્યા હતા. આ વાહનોમાં ફ્રન્ટ બ્રેક માસ્ટર સિલિન્ડરમાં ખામી છે. આ ખામીના કારણે સ્કૂટર તેમજ મોટર સાયકલનું આગલું વ્હીલ જામ થઈ શકે છે. આ સમારકામ માટે ગ્રાહકે બિલકુલ ફી નહીં ચુકવવી પડે. 

કંપની ડીલર્સ મારફતે પ્રભાવિત ગ્રાહકોને માહિતી આપશે. આ સિવાય ગ્રાહક તેમનું વાહન આ કેમ્પેઇન અંતર્ગત આવે છે કે નહીં એની પોતે તપાસ કરી શકે છે. આ માટે સૌથી પહેલાં કંપનીની ઓફિશિયલ વેબસાઇઇટ પર જવું પડશે. આ સાઇટ પર વ્હીકલ આઇડેન્ટિફિકેશન નંબર (VIN) સબમિટ કરવાથી તમામ પ્રકારની જાણકારી મળી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news