ટ્રેનમાં બહાર લટકીને સ્ટંટ કરવો ભારે પડ્યો યુવકને, જીવ ગયો...કાચાપોચા ન જોતા આ VIDEO
આ ઘટનાનો આખો વીડિઓ રેલવે મંત્રાલયે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરતા ચેતવણી બહાર પાડી છે કે આ પ્રકારના સ્ટંટ કરવા એ ગેરકાયદેસર છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે.
Trending Photos
મુંબઈ: ચાલુ ટ્રેનમાં એક યુવકને સ્ટંટ કરવાની કિંમત પોતાનો જીવ ગુમાવીને કરવી પડી. મુંબઈ (Mumbai) ની એક લોકલ ટ્રેનની બહાર લટકીને સ્ટંટ કરતી વખતે એક યુવકનું થાંભલા સાથે ટકરાઈને મોત થયું. કહેવાય છે કે યુવક પોતાના સંબંધી માટે કપડાંની ખરીદી કરવા માટે મુંબઈ આવ્યો હતો. તે કલ્યાણથી મુંબઈ સીએસટી તરફ જતી લોકત ટ્રેનમાં ચઢ્યો હતો. આ સ્ટંટનો રૂંવાડા ઊભા કરી નાખે તેવો વીડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલા આ વીડિઓમાં એક યુવક ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.
આ ઘટનાનો આખો વીડિઓ રેલવે મંત્રાલયે પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરતા ચેતવણી બહાર પાડી છે કે આ પ્રકારના સ્ટંટ કરવા એ ગેરકાયદેસર છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે.
જુઓ VIDEO
રેલવે મિનિસ્ટ્રીએ આ વીડિઓમાં દિલશાન નામનો યુવક મુંબઈની લોકલ ટ્રેનની બહાર લટકીને સ્ટંટ કરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક આવેલા થાંભલા સાથે યુવક ટકરાય છે અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ જાય છે.
જુઓ LIVE TV
રેલવે મંત્રાલયે આ વીડિઓ શેર કરતા સ્ટંટ કરનારા લોકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ટ્રેનમાં સ્ટંટ કરવા એ ગેરકાયદેસર છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે. રેલવેએ કહ્યું છે કે પોતાની સુરક્ષા અવગણીને ટ્રેનની બહાર લટકવું, ચાલુ ગાડીમાં ચઢવું એ અકસ્માતને આમંત્રણ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે