Skin Care Routine: હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે ? તો ફોલો કરવા લાગો આ 4 સ્ટેપનું સ્કિન કેર રુટીન

Skin Care Routine: હિરોઈનની હોય તેવી સુંદર, ચમકદાર ત્વચા મેળવી શકાય છે. બસ જરૂરી છે યોગ્ય રીતે ત્વચાની માવજત કરવી. જો તમને ખબર ન હોય કે ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ તો આજે તમને જણાવીએ બેસ્ટ સ્કિન કેર રુટીન વિશે. સૂતા પહેલા આ 4 સ્ટેપ ફોલો કરવાથી તમારી ત્વચા પણ સુંદર દેખાવા લાગશે.

Skin Care Routine: હિરોઈન જેવી ચમકતી અને કોમળ ત્વચા જોઈએ છે ? તો ફોલો કરવા લાગો આ 4 સ્ટેપનું સ્કિન કેર રુટીન

Skin Care Routine: હિરોઈનની હોય તેવી સુંદર અને ચમકતી ત્વચા દરેક યુવતીની ચાહત હોય છે. જો સ્કીન બેજાન અને ડ્રાય હોય તો કોન્ફિડન્સ પણ લો થઈ જાય છે. સ્કીન ડલ થઈ જવાનું એક કારણ એ પણ હોઈ શકે છે કે સ્કિનની જરૂરી માવજત કરવામાં આવતી ન હોય. દિવસ દરમિયાન ત્વચા પર પ્રદૂષણ, ધૂળ, માટી અને તડકાની અસર થતી રહે છે. આ બધી જ તકલીફો ત્વચા સહન કરે છે. તેથી રાત્રે સુતા પહેલા ત્વચાની સફાઈ મહત્વની બની જાય છે. જો રાત્રે સ્કીન કેર રૂટીન ફોલો કરવામાં આવે તો બોલીવુડ એક્ટ્રેસ જેવી સોફ્ટ સ્કીન મેળવવી સરળ બની જાય છે. 

4 સ્ટેપ નાઈટ સ્કીન કેર રૂટિન 

1. સૌથી પહેલા તો દિવસ દરમિયાન જે પણ મેકઅપ કે સ્કિન કેર પ્રોડક્ટ અપ્લાય કરી હોય તેને દૂર કરવા જરૂરી છે. જેથી ત્વચાને ઓક્સિજન મળે. રાત્રે સુતા પહેલા ચહેરાને ગુલાબજળ કે મેકઅપ રીમુવરથી સાફ કરો. 

2. મેકઅપ રીમુવ કર્યા પછી બીજું સ્ટેપ છે ત્વચાને ક્લીન કરવી. તેના માટે માઈલ્ડ ક્લીંઝરનો ઉપયોગ કરો. ક્લીંઝર ત્વચાના રોમ છિદ્રોમાં જામેલી ગંદકીને બહાર કાઢે છે અને ત્વચા પર ગ્લો દેખાય છે. 

3. ક્લિનઝરથી ફેસ ક્લીન કર્યા પછી ટોનર અપ્લાય કરો. ટોનર અપ્લાય કરવાથી સ્કીન સ્મુધ થાય છે અને પીએચ બેલેન્સ પણ સુધરવા લાગે છે. જો તમારી પાસે ટોનર ન હોય તો તમે કાચા દૂધનો ઉપયોગ પણ કરી શકો છો. 

4. ચોથું અને છેલ્લું સ્ટેપ છે સ્કિન પર સીરમ લગાડવું. ત્વચાને માફક આવે તેવા સીરમનો ઉપયોગ કરવો. ફેસ સીરમ સિલેક્ટ કરવા માટે એક્સપર્ટની મદદ પણ લઈ શકાય છે. ત્વચા ઓઈલી હોય કે ડ્રાય તેને અનુરૂપ અલગ અલગ સીરમ મળતા હોય છે. રાત્રે ચહેરા પર સીરમ અપ્લાય કરીને સુઈ જવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news