હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થશે, આ દિવસોમાં આવશે વરસાદ

Cyclone Alert : ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે. કારણ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે. ભરશિયાળે માવઠાની આગાહી આવી છે. આગામી 24 કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફુંકાશે. જેને કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો અનેક રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે. જુઓ હવામાન વિભાગના અપડેટ

તોફાન આગળ વધી રહ્યું છે

1/4
image

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં હતું. તે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે. ઉપરાંત, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. 

વાવાઝોડાની અસર ક્યાં ક્યાં જોવા મળશે 

2/4
image

હવામાન વિભાગે જણાવ્યું હતું કે લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 20-21 ડિસેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 20 થી 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. તેમજ આસામ અને મેઘાલયમાં 21-23 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે IMD અનુસાર, જમ્મુ. કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ હતું.

ગુજરાત પર શું અસર પડશે 

3/4
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.   

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ 

4/4
image

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે તો કેટલાક વિસ્તારોમાં ઘટી છે. એક તરફ અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડી ઘટી છે તો નલિયામાં વધી છે...નલિયામાં 5.7 ડિગ્રી સાથે કોલ્ડવેવનો અનુભવ થઈ રહ્યો છે.ઉત્તર પૂર્વના પવનો ફુંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહી છે કાતિલ ઠંડી જ્યારેઅન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતા ઠંડીથી રાહત મળી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસમાં 3 થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે..હિમાલયના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે શરૂ થયેલા ઠંડા પવનોની દિશા બદલાઈને ઉત્તર તરફ ફંટાતા ઠંડી થોડી ઓછી થઈ છે. આ સાથે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી.